બાગેશ્વર બાબા સુરતમાં આવીને 12:30 સુધી જાગતા નથી એ જાણીને સુરત વાસીઓને લાગી ખુબ જ નવાઈ…જાણો કારણ
આપ સૌ લોકો જાણતા જ હશો કે બાગેશ્વર ગામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી ગુજરાતના પ્રવાસ પર છે. ત્યારે તેઓ છેલ્લા બે દિવસથી સુરતમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યા છે આ દરબારમાં અનેક લોકોએ હાજરી આપી હતી. સુરતના રહેવાસીઓ ધીરેન્દ્ર શાસ્ત્રીની ઝલક જોવા માટે ખૂબ જ ઉત્સુકતા તેથી જ ધીરેન્દ્ર શાસ્ત્રી વેસુ ખાતે આવેલા મંદિરે 11 વાગ્યે દર્શન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોટી સંખ્યામાં આવેલા ભક્તોને વધુ ચાર કલાક રાહ જોવડાવી હતી.
ત્યારબાદ તમામ ભક્તો ખૂબ જ નારાજ થયા હતા. તેની પછી ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંદેશ આપતા જણાવ્યું કે તેઓ અત્યારે હાજરી આપશે નહીં. જોકે ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે સુરતવાસીઓએ સવારે 9:00 વાગ્યાથી જ તાબડ તોડ તૈયારી શરૂ કરી દીધી હતી ત્યારબાદ બાબાના કયા મુજબ દરેક ભક્તોને કહેવામાં આવ્યું હતું કે તેઓ 11 વાગે આવશે તેથી જ તમામ લોકો તેમની ઝલક જોવા માટે મંદિરના ગેટ પાસે ઉમટી પડ્યા હતા.
પરંતુ 11:00 વાગ્યાના સમય બાદ પણ ધીરેન્દ્ર શાસ્ત્રી જોવા મળ્યા ન હતા. તેથી તમામ લોકો ખૂબ જ નારાજ થયા હતા. તે પછી જાણવા મળ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી સાડા બાર વાગ્યે ઉઠ્યા હતા સૌ લોકો આ સાંભળીને ચોકી ગયા હતા. આ સાંભળીને સૌને નવાઈ લાગી હતી નવાઈની વાત એ છે કે તમામ ભક્તોએ વહેલી સવારથી જ તેમના આવવાની તૈયારી શરૂ કરી દીધી હતી પરંતુ આટલા ધાર્મિક બાબા હોવા છતાં પણ તેઓ 12:30 વાગ્યા સુધી સૂઈ રહે છે તેથી જ તમામ લોકોમાં આ એક ચર્ચાનો વિષય બની ગયો હતો.
જોકે અવારનવાર બાબાના દરબારમાં વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે બાબા ગુજરાતના પ્રવાસ પર હોવાથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં પોતાના દરબારો યોજવા જઈ રહ્યા છે થોડા સમય પહેલા જ સુરતમાં બાબાએ એક યુવક સામે પણ ચમત્કાર નો કિસ્સો કર્યો હતો જેને જોઈને સૌ લોકો નવાય પામ્યા હતા. આ દરબાર ગુજરાતના ચાર શહેરોમાં યોજવા જઈ રહ્યો છે તેમાં સુરત અમદાવાદ રાજકોટ અને વડોદરા આ ચાર શહેરો સામેલ છે સુરતમાં યોજાયેલા દરબારમાં લોકગાયક કલાકાર કિર્તીદાન ગઢવી એ પણ હાજરી આપી હતી અને બાબાના આશીર્વાદ પણ લીધા હતા.