બગદાણા ધામ : તમે નહીં જાણતા હો બજરંગદાસ બાપાના બગદાણા ધામ વિશે આ રહસ્યો, જાણો બજરંગદાસ બાપાના જીવનની આ કહાની

બગદાણા ધામ : તમે નહીં જાણતા હો બજરંગદાસ બાપાના બગદાણા ધામ વિશે આ રહસ્યો, જાણો બજરંગદાસ બાપાના જીવનની આ કહાની

બગદાણા ધામ : નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે બજરંગદાસ બાપાના બગદાણા ધામ વિશે વાત કરીશું કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય, એમ સૌરાષ્ટ્રમાં દર બાર ગાઉએ સંત-મહાત્મા-મંદિર દેખાય. ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે.

બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે.

બગદાણા ધામ : બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે. બગદાણાનો ઇતિહાસ.ઇસ ૧૯૦૬ દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું.

બગદાણા ધામ : શીવકુંવરબા સગર્ભા હતાં ત્યારે તેઓ પિયર જતાં હતા. રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી ત્યાં બાજુમાં જ ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર હતું. આજુ બાજુની બહેનો એમને લઇને મંદિરની ઝુંપડીમાં લઈ ગયાં અને મંદિરમાં હનુમાનજીની આરતીનાં ઝાલર રણકવા મંડ્યા અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો. બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે.. નાનપણથી જ ભક્તિરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતા.

બગદાણા ધામ
બગદાણા ધામ

આ પણ વાંચો : Khajurbhai : ધન્ય છે ખજુરભાઈની દાતારીને, એક વિધવા મહિલાના મુશ્કેલી ભર્યા જીવન વિષે જાણ થતા જ ખજુરભાઈએ મહિલાની મદદ કરીને માનવતા મહેકાવી..

બગદાણા ધામ : ખરેખર તેમના નામ પ્રમાણે ગુણ પણ હતા. એક સવારે ભક્તિરામ મોડે સુધી સુઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે, જરુર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવો જોઈએ.

બગદાણા ધામ : ભક્તિરામને ભક્તિની એવી તો માયા લાગી ગઈ હતી કે, તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા. ૧૧ વરસની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે, જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ, એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયા.

બગદાણા ધામ
બગદાણા ધામ

પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા

બગદાણા ધામ : તેમને પરમતત્વ અને યોગ સિદ્ધીનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણા આપવા ગયા. ગુરુ સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે, તમે તો ગુરુ અવતાર છો. મારે તમને આપવાનું હોય, તમારે નહીં. ત્યારે ભક્તિરામે કહ્યું કે, જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ રહે. ત્યારે સીતારામબાપુએ તેમને નવું નામ આપ્યું ‘બજરંગી’ અને કહ્યું કે, આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે. ત્યારથી ભક્તિરામ આખા જગતમાં “બાપા બજરંગદાસ” અને “બાપા સીતારામ” ના નામથી ઓળખાવા લાગ્યા.

બગદાણા ધામ : ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા. ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ આશરે ૧૯૪૧માં બગદાણા આવેલા. તેઓને બગદાણા ગામની બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બગડાલવ નામનો કુંડ ગમી ગયા. ત્યારપછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા. તેઓએ 1977માં દેહત્યાગ કર્યો. એવું કહેવાય છે કે તેઓએ ૧૯૫૧માં આશ્રમની સ્થાપના કરી હતી. ૧૯૫૯માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બગદાણા ધામ
બગદાણા ધામ

બગદાણા ધામ : બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉમર હતી ૪૧ વર્ષ. બાપાએ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો. બગદાણા ગામ, બગડેશ્વર મહાદેવ અને બગડાલમ ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં રહ્યા. તેઓ ૧૯૪૧ માં બગદાણા આવ્યા પછી ૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી,૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું.

બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા મોટા ઉત્સવ ઉજવાય છે

બગદાણા ધામ : ૧૯૬૦માં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને 1962માં આશ્રમની હરાજી કરાવી ભારત ચીન યુધના સમયે દેશની સેનાને ફાળો આપ્યો, ત્યારબાદ ૧૯૬૫ આશ્રમ હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્દમાં દેશની સેનાને મદદ આપી. ત્યારબાદ ત્રીજી વખત ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા. તેઓ ખુદ આ ફાળો આપવા ભાવનગર કલેકટરને સહાય આપવા માટે કચેરીએ આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું.

બગદાણા ધામ : બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે. બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા. અ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્શિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી. તેથી બાપાએ હેડમતાણું નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો. બાપાએ ચાલુ કરેલ અન્નક્ષેત્ર અને સેવા કાર્ય આજે આજે વટવૃક્ષ બનીને લાખો શ્રધાળુંઓને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરું પાડે છે.

બગદાણા ધામ
બગદાણા ધામ

બગદાણા ધામ : બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા મોટા ઉત્સવ ઉજવાય છે, એક ગુરુ પુનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે, જ્યારે બીજી એક તિથી બાપાની પુણ્યતિથિના દિવસે બગદાણા ધામમાં ખુબ ધામધુમથી ઉત્સવ ઉજવાઈ છે. બાપાએ પોષ વદ 4 ના રોજ બગદાણા ધામમાં 1977 માં દેહ ત્યાગ કરી કાયમ માટે બગદાણા ધામમાંથી વિદાય લીધી હતી. તેદી મઢુલી બાપા વગર સુની થઇ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ, બગડ નદીના નીર અને પંખીઓના કલરવ શાંત થઇ ગયો હતો.બાપાના આગમન બાદથી બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે.

 

બગદાણા ધામ : ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ. બાપા સીતારામ જન્મતાની સાથે જ અનેક પરચાઓ થવા લાગ્યા હતા,જેમાં તેના નાનપણ માં સાપ સાથે સુવાનો, ગુરુ સાથે સંઘમાં શ્રી રામની ભક્તિ થી વાઘને ભગાડવાનો વગેરે સામેલ છે, બાપાએ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે.

ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ.

બગદાણા ધામ : હાલ બાપા દુનિયાના દુખિયારા લકોને અવારનવાર મુશ્કેલીના સમયે પરચાઓ આપે છે જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા આવે છે. એક વખતની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતા કરતા મુંબઈના દરિયા કિનારે આવ્યા હતા, ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો હતો. એ વખતે ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો અને આ વખતે બાપા તે રસ્તામાં બીજા ભક્તો સાથે પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા.

બગદાણા ધામ
બગદાણા ધામ

બગદાણા ધામ : આ જોઇને બાપાની ભક્તિ અને સેવા વિશે ખરાબ બોલવા લાગ્યો. અને સાથે કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો. આ થી બાપા એ જ વખતે ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી કાઢ્યું અને લોકોનું ટોળું ત્યાં આ સમત્કાર જોઇને ભેગું થઇ ગયુ. આ જોઇને ગોરો અમલદાર પણ બાપાનાં પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા.

બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા જેવી મારા વ્હાલાની મરજી.

બગદાણા ધામ : બાપાનાં બગદાણા આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓને કારણે ખુબ રહેતી, જેમાં બાપાના આશ્રમમાં ભાલ પંથકના એક માલધારી ભક્ત પોતાને કેન્સરનો રોગ થયો હતો જે અનેક ડોક્ટરોની દવા અને સારવાર કરાવ્યા બાદ પણ મટે તેમ ના હતો, આ કારણે ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા હતા.

બગદાણા ધામ : આવા વખતે અનેક લોકોએ તેમને બાપાનાં આશ્રમે જવાનું કહ્યું હતું અને પોતાનું દુખ બતાવવાનું કહ્યું હતું. આ સમયે આ વ્યક્તિ અનેક સમસ્યા અને રોગ છતાં તે બગદાણા આવ્યો અને બાપાને વાત કરી. બાપાએ પોતાના આશ્રમની ખીચડી આ ભક્તને ખાવા આપી પરંતુ ડોકટરોએ આ વ્યક્તિને માત્ર અમુક પ્રકારનો ખોરાક અને એ માત્ર પ્રવાહીમાં લેવાની સલાહ આપેલી હતી. તેથી તે આ ખીચડી ખાઈ શકે તેમ પણ ન હતા.

બગદાણા ધામ
બગદાણા ધામ

બગદાણા ધામ : તેથી તે વાત બાપાને કરી ત્યારે બાપાએ કહ્યું હતું કે મારા આશ્રમમાં આવેલો કોઈ ખાધા વગર કે ભૂખ્યો જાય તે કેવી રીતે ચાલે ? અને તેને આ ખીચડી ખાઈ જવાનું કહ્યું તેથી તે ભક્ત આ ખીચડી ખાવા લાગ્યા અને તેનાથી ખીચડી પણ ખવાઈ ગઈ અને તેને કેન્સરમાં પણ ખુબ જ મોટી રાહત થઇ છે, આ પછી તો આ પછી તો આ વ્યક્તિ ઘણીવખત બગદાણા આવ્યા અને ઘણા વર્ષ સુધી જીવ્યા. આવો થતો હતો બાપાનો ચમત્કાર.હાલ બગદાણા આશ્રમનો વહીવટ મનજીબાપાની દેખરેખ નીચે ચાલી રહ્યો છે. તેઓ બજરંગ દાસ બાપાના પરમ શિષ્ય છે. હાલ પણ કોઈ ભક્ત બગદાણા જાય તો પ્રસાદી લીધા વગર પાછો ફરતો નથી.

બગદાણા ધામ
બગદાણા ધામ

more article : ma laxmi mandir : 15000 કિલો સોનામાંથી બનેલું છે આ માં લક્ષ્મીનું મંદિર, દરેક દુઃખ પુરા કરે છે માં લક્ષ્મી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *