દીકરી નું સપનું પૂરું થતા પિતા ની આંખ માં આવ્યા આંસુ… વિડિઓ જોઈ ભાવુક થયા લોકો…
માતા-પિતા બે એવી વ્યક્તિ જેમની માટે સર્વસ્વ એમના સંતાન જ છે. અને માતાપિતા એમના સંતાન ના સુખ માટે ગમે તે કરી શકે છે. એમના સંતાન ની સફળતા માં સૌથી વધારે ખુશ પણ માતાપિતા જ હોઈ છે અને એટલા માટે જ તેમને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત છે.
એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પિતા એમની દીકરી ની સફળતા ઉપર પોતાના ખુશી ના આંસુ ને રોકી સકતા નથી અને ખુબ જ ભાવુક દેખાઈ આવે છે.
આ વિડિઓ ખુદ તે છોકરી જેનું નામ પ્રેક્ષા છે એને એના ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કર્યો હતો. એને સાથે સાથે લખ્યું હતું કે, “મારા પિતા મને મારા સપના ની કોલેજ મિરાન્ડા હાઉસ, દિલ્હી યુનિવર્સિટી માં મૂકવા આવ્યા હતા. કોલેજમાં આ મારો પહેલો દિવસ હતો. અમે કોલેજ કેમ્પસને નિહાળી રહ્યા હતા અને ત્યારે મેં જોયું કે મારા પિતાની આંખોમાંથી આંસુ વહેતા હતા.
મને લાગે છે મારું સપનું પૂરું થયું એટલા માટે પાપા એટલા ખુશ હતા અને તેઓ પોતાની લાગણીઓને રોકી શક્યા નહીં. એ પણ સાચું છે કે તેમના જીગરનો ટુકડો તેમનાથી દૂર થશે, પરંતુ તેમના આંસુઓ એ વાત ની સાબિતી છે કે આ સપનું સાકાર કરવા માટે મેં કેટલી મહેનત કરી છે અને કેટલા બલિદાન આપ્યા છે. હું એટલું જ કહી શકું છું કે તમારા ચહેરા પર સ્મિત લાવવા માટે હું કંઈ પણ કરી શકું છું. આભાર મમ્મા પપ્પા. આઈ લવ યું.”
આ વીડિયોને લોકો એટલો પસંદ કરી રહ્યા છે, કે અભિનેતા રોહિત શરાફ, આયુષ મહેરા અને નેટફ્લિક્સ ઈન્ડિયાએ પણ તેના પર લાઈક અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. અત્યાર સુધી આ વિડીયો ઉપર 11.5 મિલિયન થી વધારે વ્યૂઝ અને 12.5 લાખ થી વધારે લાઇક્સ મળી ચુકી છે.
View this post on Instagram