Avalakandhi Mata : કેમ માતાજી અવળુ મોં કરીને બેસી ગયા? ગુજરાતમાં આવેલું છે દેશનું આવું એક માત્ર મંદિર…

Avalakandhi Mata : કેમ માતાજી અવળુ મોં કરીને બેસી ગયા? ગુજરાતમાં આવેલું છે દેશનું આવું એક માત્ર મંદિર…

Avalakandhi Mata : પદયાત્રીઓએ ખીજડાના વૃક્ષ ઉપર માતાજીના ટોપલાને મૂકી આરામ ફરમાવી સવારે ચાલતા થઇ ગયા હતા . ભાવનગર જિલ્લામાં વસવાટ કરતા દેવી પૂજક સમાજના લોકો ભાવનગરના પાદરમાં આવેલા માલણકા ગામેથી પદયાત્રા કરતા જતા હતા ત્યારે તેમની સાથે રહેલા માતાજીને ટોપલામાં બેસાડ્યા હતા તે એક ખીજડાના વૃક્ષ નીચે મૂકી ને બીજા દિવસે ત્યાંથી નીકળી ગયા અને બાદ માં યાદ આવતા આ પદયાત્રિકો માતાજીને પરત લેવા આવ્યા ત્યારે માતાજીએ તેમની સાથે જવાની ના પાડી અને તે જ સ્થળે સ્થિર થઇ અવળું મોઢું ફરીને બેસી ગયા. અને સમય જતા હાલ માલણકામાં અવળકંધી માતાજીના નામથી માતાજીનુ મંદિર જિલ્લામાં પ્રસિદ્ધ બન્યું છે.

Avalakandhi Mata : ભાવનગર થી 10 કિલો મીટર દૂર આવેલા માલણકા 8000 ની વસ્તી ધરાવતું ગામ છે ગામમાં તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. માલણકા ગામના પાદરમાં અવળકંધી માતાજીનું મંદિર આવેલું છે. અવળકંધી માતાજીનું મંદિર પહેલા નાની દેરીમાં હતું. 35 વર્ષ પહેલા આ મંદિરનો જીણોદ્ધાર ભૂપતબાપુએ કર્યો અને હવે મંદિર જાણીતું બની ગયું છે.

Avalakandhi Mata : વર્ષો પહેલા દેવી પુજકના લોકોનો પગપાળા સંધ માતાજી સાથે આ સ્થળ પાસેથી પસાર થતા હતો ત્યારે પદયાત્રીઓએ ખીજડાના વૃક્ષ ઉપર માતાજીના ટોપલાને મૂકી આરામ ફરમાવી સવારે ચાલતા થઇ ગયા હતા અને બીજા ઉતારે પડાવ થતા તે લોકો માતાજીને ભૂલી ગયાનુ યાદ આવતા પરત ગયા ત્યારે ટોપલામાંથી આકાશવાણી થઇ કે તમે ભૂલી ગયા હવે હું તમારી સાથે નહીં આવું અને માતાજી અવળું મોઢું ફેરવીને બેસી ગયા હતા ત્યારથી આ જગ્યા અવળકંધી માતાના મંદિર તરીકે ઓળખાય છે.

ભાવનગરના માલણકા માં આવેલા આ અવલકંધી માતાજીના મંદિરનો ધીમેધીમે વિકાસ થતો ગયો અને આજે વિશાળ મંદિર બની ગયું છે મંદિર પરિસરમાં અગ્નેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે તેમજ મહંત ભૂપતબાપુની સમાધિ અને ડેરી પણ આવેલા છે.

આ પણ વાંચો : Rashifal : અક્ષય તૃતીયા પર બની રહ્યાં છે સૌભાગ્યશાળી યોગ, મા લક્ષ્મી આ 5 જાતકો પર કરશે ધન-સંપત્તિનો વરસાદ…

Avalakandhi Mata : મંદિરમાં પ્રાર્થના તેમજ અન્ય ધાર્મિક કાર્ય્રક્રમો માટે વિશાળ હોલ પણ બનાવવામાં આવેલો છે. રોજ સવાર સાંજ મહાદેવના મંદિરમાં તેમજ અવળકંધી માતાજીને કરવામાં આવતી આરતી સમયે નગારા અને ઘંટારવની ગુંજથી મંદિર અને આજુબાજુના વિસ્તારમાં સકારાત્મક તરંગો ઉત્પન્ન થાય છે અને વાતાવરણ ભક્તિમય બની જાય છે મંદિરે મોટી સંખ્યામા ભક્તજનો દર્શન માટે આવે છે અને ધન્યતા અનુભવે છે…..

Avalakandhi Mata : અવળકંધી માતાજી પૂર્વ દિશામાં બેઠા હોય તેવું આ એક જ મંદિર છે માતાજીનુ મૂળ સ્વરૂપ મેલડી માતાનું છે પણ અવળું મોઢું રાખી માતાજી બિરાજમાન થયા હોવાથી તેમનું નામ અવળકંધી માતા પડ્યુ છે માતાજીની બાજુમાં વીર ભીમડીયા દાદા પણ બિરાજમાન છે માતાજી ને ગોળ ધરાવવાની માનતા રાખવામાં આવે છે અને લોકો પોતાની માનતા પુરી થયા બાદ માતાજીને શ્રીફળ અને ગોળ ધરાવે છે ભાવનગર ઉપરાંત અન્ય વિસ્તારમાંથી પણ ભાવિકો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા આવે છે.

માલણકા ગામે આવેલ આ મંદિરના પરિસરમાં પક્ષીઓ માટે એક ચબુતરો પણ બનાવવામાં આવ્યો છે જ્યાં પક્ષીઓને ચણ નાખી અબોલની સેવા કરવામાં આવે છે મંદિરમાં જન્માષ્ટમી તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ અને મહંત ભૂપતબાપુની પુણ્યતિથિ નિમિતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે

more article :UPSC CSE : પાટીદાર યુવક સ્મિત પટેલ UPSCમાં ઝળક્યો, ઈન્ટરવ્યુમાં દારૂબંધીના પ્રશ્ને બરાબરની પરીક્ષા થઈ, વાંચો તેના વિશે તમામ વાતો..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *