ATM : જો તમે UPI નો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે ગૂડ ન્યૂઝ, હવે કેશ ડિપોઝિટ માટે ATM કાર્ડની નહીં પડે જરૂર..

ATM : જો તમે UPI નો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે ગૂડ ન્યૂઝ, હવે કેશ ડિપોઝિટ માટે ATM કાર્ડની નહીં પડે જરૂર..

 ATM : જો તમે પણ યુપીઆઈનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેંકે યુપીઆઈ અંગે મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ સર્વિસથી લોકોને મોટી સગવડતા મળશે. કેશ જમા કરવા માટે બેંક જવું પડશે નહીં.

 ATM : જો તમે પણ યુપીઆઈનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેંકે યુપીઆઈ અંગે મોટો નિર્ણય લીધો છે. હવે તમે જલદી યુપીઆઈ દ્વારા કેશ પણ જમા કરાવી શકશો. ભારતીય રિઝર્વ બેંક જલદી યુપીઆઈ દ્વારા કેશ જમા કરનારી મશીનમાં પૈસા જમા કરવાની સુવિધા આપશે.

 ATM : રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ સર્વિસથી લોકોને મોટી સગવડતા મળશે. કેશ જમા કરવા માટે બેંક જવું પડશે નહીં. આ સાથે જ જો તમારી બેંક દૂર હશે તો તમે યુપીઆઈ દ્વારા કેશ જમા કરી શકશો. આ ઉપરાંત PPI (પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ) કાર્ડધારકોને પણ પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. આ લોકોને થર્ડ પાર્ટી દ્વારા યુપીઆઈ એપ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

ATM
ATM

આ પણ વાંચો : Health Tips : ન્હાતા પહેલા ચણાના લોટનો આ રીતે કરો ઉપયોગ, સ્કીન રહેશે સ્વસ્થ અને સુંદર..

કાર્ડ રાખવાની જરૂર નહીં પડે

જો યુપીઆઈથી કેશ ડિપોઝિટ કરવાની સુવિધા આવે તો તમને ખિસ્સામાં કાર્ડ રાખવાની ઝંઝટથી છૂટકારો મળી શકે છે. તેનાથી ATM કાર્ડ રાખવા, ખોવા કે બનાવવાની સમસ્યા પણ નહીં રહે. આ સાથે જ જો તમારું એટીએમ કાર્ડ ચોરી થઈ જાય તો તેને બ્લોક કરાવ્યા બાદ કેશ ડિપોઝિટ કરવામાં આવતી સમસ્યાઓનો પણ સામનો નહીં કરવો પડે.

ATM
ATM

કેવી રીતે કરશે કામ

અત્યાર સુધી કેશ ડિપોઝિટ કે ઉપાડવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ થાય છે. પરંતુ જ્યારે યુપીઆઈની સુવિધા આવી જશે તો તમને ડેબિટ કાર્ડની જરૂર પડશે નહીં. બહુ જલદી આરબીઆઈ એટીએમ મશીન પર યુપીઆઈની જેમ નવી સુવિધા જોડશે. ત્યારબાદ થર્ડ પાર્ટી ઓનલાઈન પેમેન્ટ એપના ઉપયોગથી તમે એટીએમ મશીનથી યુપીઆઈ દ્વારા કેશ ડિપોઝિટ કરી શકશો.

આ પણ વાંચો : Health Tips : પ્રી-ડાયાબિટીસમાં સંજીવની સાબિત થાય છે તજ, જાણો કેવી રીતે ખાવાથી થાય ફાયદો…

ATM
ATM

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *