Astro Tips : તાંબાના લોટાના આ ઉપાયો અજમાવી જુઓ, દૂર થશે દરિદ્રતા, પૈસાની રેલમછેલ થશે, સફળતા કદમ ચૂમશે

Astro Tips : તાંબાના લોટાના આ ઉપાયો અજમાવી જુઓ, દૂર થશે દરિદ્રતા, પૈસાની રેલમછેલ થશે, સફળતા કદમ ચૂમશે

Astro Tips : હિન્દુ ધર્મમાં તાંબાના લોટાને વિશેષ મહત્વ અપાયું છે. પૂજા પાઠથી લઈને સ્વાસ્થ્ય સંલગ્ન અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં તાંબાના વાસણ ઉપયોગી છે. ભગવાન સૂર્યદેવને જળ ચડાવવા માટે પણ તાંબાના લોટાનો ઉપયોગ કરાય છે. હવે જો જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો તેમાં તાંબાના વાસણ સંલગ્ન અનેક એવા ઉપાય જણાવવામાં આવ્યાં છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. ગરીબી દૂર થઈ શકે છે.

ધનનું સંકટ દૂર થાય

જ્યોતિષ શાસ્ત્રમાં તાંબાના લોટા સંલગ્ન કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને જો અનુસરવામાં આવે તો તેનાથી શુભ ફળ મળે છે અને ધનની પ્રાપ્તિ થઈ શકે છે.

પલંગ નજીક મૂકો

Astro Tips : જો તમે પૈસા સંલગ્ન કોઈ પણ પ્રકારની મુશ્કેલી સહન કરી રહ્યા હોવ તો તમે રાતે સૂતા પહેલા એક તાંબાના લોટોમાં પાણી ભરો અને ત્યારબાદ તેને તમારા સૂવાની જગ્યાએ માથાથી થોડે અંતરે રાખી દેવાનો છે. સવારે ઉઠ્યા બાદ તે પાણી છોડવાઓમાં નાખી દો. જો તમે તાંબાના લોટામાં પાણી ભરીને સૂવાના સ્થળ નજીક મૂકી સૂઈ જશો તો તેનાથી તમારા ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં ખુશહાલી આવે છે.

આ પણ વાંચો : Gujarat : થથરી જવાય એવી ઠંડીમાં પણ અહીં ગરમ લ્હાય હોય છે અહીના કુંડનું પાણી, સ્નાન કરવાથી રોગ થાય છે દૂર

વિધ્નો દૂર થાય

Astro Tips : જો તમારા કામ બનતા બનતા અટકી જાય તો તમારે તાંબાના લોટામાં જળ ભરવું અને પછી તેમાં થોડું સિંદૂર નાખીને સૂવાની જગ્યાએ માથા નજીક મૂકવું. બીજા દિવસે સવારે તમારે તે પાણી તુલસીના છોડમાં રેડી દેવું. જો આ ઉપાય કરશો તો તેનાથી જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે અને પ્રગતિ તથા સફળતા કદમ ચૂમે છે.

ચોખા, સિંદૂર અને જળ

Astro Tips : સવારે ન્હાયા બાદ તમારે તાંબાના લોટામાં થોડા ચોખા, ચપટી સિંદૂર અને જળ ભરવાનું છે. ત્યારબાદ તેને સૂરજ દેવતાને સમર્પિત કરવું. જો તમે તાંબાના લોટાવાળો આ ઉપાય અજમાવશો તો તેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે અને આ સાથે પૈસાની સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.

સૂર્યદેવને જળ ચડાવો

Astro Tips : પૈસાની મુશ્કેલીઓ દૂર કરવા માટે રોજ સવારે ઉઠ્યા બાદ ન્હાઈને તાંબાના લોટામાં જળ ચડાવી સૂર્યદેવને જળ અર્પણ કરો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને તમને ધનલાભ થઈ શકે છે.

more article : Ram Mandir : રામ કેમ કહેવાયા મર્યાદા પુરુષોત્તમ? એક વચનનું શબ્દશ પાલન !, ક્યા પ્રસંગો માનવજીવનને ધન્ય બનાવી શકે ?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *