Astro Tips : પૂજા કરતી વખતે શનિદેવની આંખોમાં ભૂલેચૂકે ન જોતા, જાણો આ 5 ચોંકાવનારા રહસ્ય…

Astro Tips : પૂજા કરતી વખતે શનિદેવની આંખોમાં ભૂલેચૂકે ન જોતા, જાણો આ 5 ચોંકાવનારા રહસ્ય…

Astro Tips : નવ ગ્રહોમાં શનિને ન્યાયના દેવતા તરીકેની ઉપાધિ મળેલી છે. શનિદેવ કર્મો મુજબ ફળ આપે છે. શનિ ખરાબ કર્મોના ખુબ જ કઠોર તો સારા કર્મોના સારા પરિણામ પણ આપે છે. જ્યોતિષાચાર્ય મુજબ શનિદેવની કૃપા વ્યક્તિને રંકમાંથી રાજા અને કોપ રાજામાંથી રંક બનાવી શકે છે. શનિદેવને તલ, તેલ, ગોળ અને કાળા રંગ પ્રત્યે ખુબ પ્રેમ છે. આ જ કારણ છે કે શનિદેવની પૂજામાં તેમને આ તમામ ચીજો અર્પણ કરવામાં આવે છે. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે શનિદેવની આંખોમાં ક્યારેય જોવું જોઈએ નહીં. કે પછી તેમની સામે ઊભા રહેતા પણ વ્યક્તિ કેમ કાંપવા લાગે છે? જાણો તેની પાછળનું રહસ્ય અને ભગવાન મહિમા શું છે.

Astro Tips શનિદેવ ન્યાયના દેવતા હોવાનું કારણ

Astro Tips : તમામ નવ ગ્રહોમાં મહત્વપૂર્ણ અને દેવતાઓને એક ખાસ ઉપાધિ મળેલી છે. જે પ્રકારે સૂર્યદેવને ગ્રહોના રાજા, બુધને મંત્રી અથવા ગ્રહોના રાજકુમાર, મંગળને સેનાપતિ ગણવામાં આવે છે. બરાબર એ જ રીતે શનિદેવને ન્યાયાધિશ કે ન્યાયના દેવતા તરીકેની ઉપાધિ મળેલી છે. જ્યારે પણ સમાજમાં કોઈ વ્યક્તિ ગુનો આચરે છે ત્યારે શનિદેવ તેના ખરાબ કર્મોના લેખા જોખા તૈયાર કરે છે. તે મુજબ જ વ્યક્તિને સજા પણ મળે છે. શનિ ઢૈય્યા, સાડા સાતીથી લઈને રાહુ અને કેતુ દંડ આપવા માટે સક્રિય થઈ જાય છે.

શનિદેવની વક્ર દ્રષ્ટિનું રહસ્ય

ધર્મ અને પૂજાપાઠના જાણકાર લોકો કહે છે કે શનિદેવ સામે ઊભા રહીને તેમની પૂજા કરવી જોઈએ નહીં. ભગવાનની આંખોમાં જોવું જોઈએ નહીં. તેની પાછળનું કારણ શું? પંડિત રામઅવતાર શાસ્ત્રીના જણાવ્યા મુજબ શનિદેવની પ્રતિમા સામે ઊભા રહીને તો બિલકુલ પૂજા કરવી જોઈએ નહીં. શનિદેવની મૂર્તિને ઘરમાં સ્થાપિત પણ કરી શકાય નહીં. તેનું કારણ શનિની વક્ર દ્રષ્ટિ છે. શનિની વક્ર દ્રષ્ટિ પડતાની સાથે જ વ્યક્તિનો ખરાબ સમય શરૂ થઈ જાય છે. વ્યક્તિએ તમામ પરેશાનીઓ અને કષ્ટોનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો  : Astro Tips : જીવનમાં મળવા લાગે આ સંકેત તો સમજી લેજો દુ:ખના દિવસો પુરા થવાના છે

કેમ ડરે છે બધા શનિદેવની વક્ર દ્રષ્ટિથી

Astro Tips : કથાઓ મુજબ શનિદેવના પત્ની પરમ તેજસ્વી હતા. એક રાતે પુત્ર પ્રાપ્તિ માટે તેઓ શનિદેવ ભગવાન પાસે આવ્યા પરંતુ શનિદેવ ભગવાન વિષ્ણુના ધ્યાનમાં મગ્ન હતા. પત્નીએ ખુબ પ્રતિક્ષા કરી પરંતુ શનિદેવનું ધ્યાન પૂરું થયું નહીં. તેમણે શનિદેવને આગ્રહ કર્યો. પરંતુ તેમણે તે અવગણ્યો. જેના કારણે શનિદેવની પત્નીને ક્રોધ આવી ગયો. તેમણે શનિદેવને શ્રાપ આપ્યો કે જેને પણ તેઓ જોશે તેનો નાશ થઈ જશે. આ જ કારણ છે કે શનિદેવની દ્રષ્ટિથી બચવાની સલાહ આપવામાં આવે છે. તેમની આંખોમાં જોવાથી બચવું જોઈએ.

શનિદેવ પર તેલ કેમ ચડે?

Astro Tips : પૌરાણિક કથાઓ મુજબ એકવાર સૂર્યદેવના શિષ્ય ભગવાન હનુમાન તેમના કહેવા પર શનિદેવને સમજાવવા માટે ગયા હતા. હનુમાનજીએ ખુબ સમજાવ્યું પણ શનિદેવ ન માન્યા અને જબરદસ્તીથી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. યુદ્ધમાં હનુમાનજીએ શનિદેવને હરાવી દીધા. આ યુદ્ધમાં શનિદેવ ગંભીર રીતે ઘાયલ પણ થયા. હનુમાનજીએ શનિદેવને ઘા અને દુખાવો ઓછો કરવા માટે સરસવનું તેલ લગાવ્યું. જેના કારણે શનિદેવે કહ્યું કે જે પણ કોઈ મને તેલ ચડાવશે હું તેને પીડા આપીશ નહીં. તેના બધા કષ્ટ હું હરી લઈશ. ત્યારબાદથી શનિદેવને તેલ ચડાવવાની પરંપરા છે.

કાળો રંગ કેમ પસંદ

Astro Tips : શનિદેવ ગ્રહોના રાજા સૂર્યના પિતા છે. તેમની માતા છાયા છે. જ્યોતિષ કથાઓ મુજબ ગર્ભમાં હતા ત્યારે શનિદેવ સૂર્યનું તેજ સહન કરી શક્યા નહીં. તેમના માતા છાયાનો સાયો શનિદેવ પર પડ્યો. આ કારણે જ શનિદેવનો રંગ કાળો પડતો ગયો. શનિનો રંગ જોઈને સૂર્યએ તેમને પોતાનો પુત્ર માનવાનો ઈન્કાર કરી દીધો. શનિદેવથી પિતાની આ વાત સહન થઈ નહીં અને ત્યારબાદથી શનિ અને સૂર્ય પુત્ર-પિતા હોવા છતાં શત્રુતાનો ભાવ છે.

શનિદેવને સૌથી પ્રિય શનિવાર છે. આ દિવસે મોટાભાગે લોકો શનિદેવની પ્રતિમા કે પછી પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવે છે. એવું કહેવાય છે કે શનિદેવ અંધકારના પ્રતિક છે. તેઓ સૂર્યાસ્ત બાદ ખુબ શક્તિશાળી બને છે. શનિ બગડે તો જીવનમાં કષ્ટ, અને દરિદ્રતાનો પ્રવેશ થાય છે. આવામાં શનિવારની સાંજે દીવો પ્રગટાવવાથી જીવનમાં રહેલો અંધકાર દૂર થાય છે. શનિદેવ પ્રસન્ન થાય છે.

 

more article : Mahavir Hanuman Dada : ગુજરાતનું એવું મંદિર જ્યાં સૂર્યદેવનું પ્રથમ કિરણ પડે છે હનુમાન દાદાના મંદિરમાં, દર્શન કરનાર પર રહે છે કાયમ કૃપા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *