Astro Tips : સૂર્ય ગ્રહણ પહેલાં શનિનું નક્ષત્ર પરિવર્તન, મળશે નવી નોકરી, પગાર પણ વધશે…
Astro Tips : 8 એપ્રિલના રોજ વર્ષ 2024 નું પ્રથમ સૂર્ય ગ્રહણ લાગશે. આ સૂર્ય ગ્રહણ મીન રાશિમાં લાગશે. સાથે જ સૂર્ય ગ્રહણના ફક્ત 2 દિવસ પહેલાં 6 એપ્રિલના રોજ કર્મફળદાતા શનિ નક્ષત્ર ગોચર કરીને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી ગુરૂ ગ્રહ છે. ન્યાયના દેવતા શનિનો ગુરુના નક્ષત્રમાં પ્રવેશ અને તેના થોડા કલાકો પછી સૂર્યગ્રહણની ઘટના ખૂબ જ પરિવર્તનકારી સમય સાબિત થઈ શકે છે. ગ્રહો અને તારાઓની સ્થિતિમાં આ ફેરફારો તમામ રાશિઓ પર અસર કરશે. 3 રાશિઓ માટે આ સૂર્યગ્રહણ અને ત્યાર બાદ શનિનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ રહેશે. આ લોકોને તેમના કરિયરમાં મોટો ફાયદો મળી શકે છે. નવી નોકરી, પગાર વધારો, ઇચ્છિત પદ અને પ્રતિષ્ઠા મળવાની પ્રબળ તકો છે.
3 ઓક્ટોબર સુધી શનિ વરસાશે કૃપા
Astro Tips : શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં 6 એપ્રિલે બપોરે 3:55 મિનિટ પર પ્રવેશ કરશે અને ત્યાં 3 ઓક્ટોબર સુધી રહેશે. આ પ્રકારે તે 3 રાશિવાળા પર ઘણા દિવસો સુધી મહેરબાન રહેતા મોટો લાભ આપી શકે છે. આવો જાણીએ કે શનિનું આ નક્ષત્ર પરિવર્તન અને સૂર્ય ગ્રહણ કઇ રાશિવાળા માટે શુભ રહેવાનું છે.
આ પણ વાંચો : IPO : આગામી સપ્તાહે ઓપન થશે 4275 કરોડનો IPO,ચેક કરો પ્રાઇઝ બેન્ડ, , GMP અને અન્ય વિગત..
મેષ:
Astro Tips : શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે મેષ રાશિના જાતકોને પ્રમોશન મળવાની પ્રબળ શક્યતાઓ છે. આ લોકો ખૂબ પૈસા કમાશે. કરિયરમાં ઉંચાઈઓને સ્પર્શશે. તમારા જીવનમાં એક પછી એક ઘણી ખુશીઓ આવશે. રોકાણ માટે સમય શુભ છે.
વૃષભ:
Astro Tips : પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં શનિદેવનો પ્રવેશ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ લોકોને તેમની પસંદગીની નોકરી મળશે. પગારમાં મોટો વધારો થઈ શકે છે. વેપારીઓને ફાયદો થશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. કરિયરમાં ઉંચી છલાંગ લાગશે. બધા અધૂરા કામ પૂરા થશે. આનાથી તમે ઘણી રાહત અનુભવશો.
મકર:
Astro Tips : મકર રાશિના લોકોને પણ શનિના નક્ષત્ર પરિવર્તનના શુભ ફળ મળશે. આર્થિક લાભની સાથે સમાજમાં માન-સન્માન મળશે. અટકેલા ધન પ્રાપ્ત થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો. તમારી કોઈપણ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.
more article : Rashifal : વર્ષો પછી બનશે ખાસ બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓનું ચમકશે ભાગ્ય….