Astro Tips : એક સાંધો અને તેર તૂટે એવી સ્થિતિ હોય ઘરે લાવો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી કરશે ધનવર્ષા

Astro Tips : એક સાંધો અને તેર તૂટે એવી સ્થિતિ હોય ઘરે લાવો આ 5 વસ્તુઓ, લક્ષ્મીજી કરશે ધનવર્ષા

Astro Tips : જ્યોતિષશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ બતાવવામાં આવી છે જેને ઘરમાં રાખવી શુભ ગણવામાં આવે છે. ઘણીવાર લોકો આકરી મહેનત તો કરે છે પરંતુ એટલું ધન કમાઇ શકતા નથી. ઘણીવાર ધન તો કમાઇ લે છે પરંતુ ઘરમાં ટકતું નથી. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી લક્ષ્મીની કૃપા બની રહે છે અને ધનની ખોટ સર્જાતી નથી. આવો જાણીએ આ વસ્તુઓ વિશે..

તુલસીનો છોડ

Astro Tips : ઘરમાં તુલસીનો છોડ રાખવો શુભ ગણવામાં આવે છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. જો તમે ઇચ્છો છો કે ઘરમાં ધન ખૂટે નહી તો તુલસીનો છોડ લગાવો અને સાંજના સમયે દીવો જરૂર પ્રગટાવો.

સાવરણી

Astro Tips : ઘરમાં સાવરણી રાખવી શુભ ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી તે ઘરમાં વાસ કરે છે જ્યાં સાફ સફાઇનું ધ્યાન રાખવામાં આવે છે. આ કારણે ઘરમાં સાફ સફાઇ રાખો અને નિયમિતરૂપથી ઝાડુ લગાવો.

કાચબો

Astro Tips : આર્થિક મુશ્કેલીઓનો દૂર કરવા માટે ઘરમાં કાચબો રાખો. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં કાચબો રાખવાથી આર્થિક સ્થિતિ યોગ્ય બની રહે છે. ધાર્મિક શાસ્ત્રોના અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર ગણવામાં આવે છે. ઘરમાં કાચબાને ઉત્તર દિશામાં રાખવામાં આવે તો જલદી ફાયદો જોવા મળે છે.

આ પણ વાંચો : Positive Story : ગુજરાતનો વામન પટેલ પરિવાર પિતાએ હિંમત આપી, અને આજે દીકરીએ આભ કરતા ઉંચી ઉડાન ભરી…

શ્રીયંત્ર

Astro Tips : ઘરમાં શ્રીયંત્ર રાખવું ખૂબ શુભ ગણવામાં આવે છે. શુક્રવારના દિવસે નિયમિત રૂપથી તેની પૂજા કરો. આમ કરવાથી ઘનની દેવી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. કહેવામાં આવે છે કે ઘરમાં શ્રી યંત્ર રાખવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ગોમતીચક્ર

Astro Tips : ઘરમાં ગોમતી ચક્ર રાખવું શુભ ગણવામાં આવે છે. આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે 11 ગોમતીચક્ર લઇને આવો અને પીળા કપડાં લપેટીને તિજોરીમાં મુકી દો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને ધન ખૂટતું નથી.

more article  : Rashifal : 500 વર્ષ પછી સૂર્યગ્રહણ પર 4 ગ્રહો બનાવી રહ્યા છે દુર્લભ સંયોગ, આ લોકો માટે શરૂ થશે ‘સારા દિવસો’

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *