ASTRO TIPS : આ 5 વસ્તુઓથી ઘરમાં આવે છે લક્ષ્મી, રાતોરાત તમે પણ બની શકો છો કરોડપતિ
ASTRO TIPS : એવું કહેવામાં આવે છેકે, ઘરના મુખ્ય દ્વારથી જ લક્ષ્મીજી આપણાં ઘરમાં પ્રવેશ કરે છે. તેથી ઘરનો મુખ્ય દ્વાર હંમેશા સ્વચ્છ અને શુશોભિત રાખવો જોઈએ. આ સાથે જ લક્ષ્મીને પ્રસન્ન કરવા અને ધનના આગમન માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત
ASTRO TIPS : આપણાં હિન્દુ શાસ્ત્રોમાં વાસ્તુનું વિશેષ મહત્વ છે. એમાંય વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજો ખુબ જ મહત્ત્વનો ગણાય છે. તેથી જ સારા પ્રસંગે ઘરના મુખ્ય દરવાજાની પુજા કરવામાં આવે છે. એટલું જ નહીં આપણે રોજ સવાર સાંજ બે ટાઈમ ઘરના મુખ્ય દરવાજે દીવા અને અગરબત્તી કરતા હોઈએ છીએ. આ દરેક પાછળ વિશેષ કારણો રહેલાં છે.
ASTRO TIPS : એવું કહેવામાં આવે છેકે, ઘરના મુખ્ય દ્વારથી જ લક્ષ્મીજી આપણાં ઘરમાં પ્રવેશ કરે છે. તેથી ઘરનો મુખ્ય દ્વાર હંમેશા સ્વચ્છ અને શુશોભિત રાખવો જોઈએ. આ સાથે જ લક્ષ્મીને પ્રસન્ન કરવા અને ધનના આગમન માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેના અંગે જાણીએ વિગતવાર..
ASTRO TIPS : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારનો વ્યક્તિના ભાગ્ય સાથે સીધો સંબંધ હોય છે. કહેવાય છે કે ઘરનો મુખ્ય દરવાજો વ્યક્તિના ભાગ્યમાં મહત્વનો ભાગ ભજવે છે. વાસ્તુ અનુસાર, એક આકર્ષક મુખ્ય દ્વાર ઘરને શુશોભિત તો કરે જ છે, પણ એની સાથોસાથ એ વ્યક્તિના જીવનને પણ શુશોભિત કરે છે. તમારું કિસ્મત ચમકાવવામાં મુખ્યદ્વારની મુખ્ય ભૂમિકા હોય છે.
ASTRO TIPS : માતા લક્ષ્મી ઘરના મુખ્યદ્વારથી આપણાં ઘરમાં પ્રવેશ કરતા હોવાથી તેમને આવકારવા માટે દ્વાર પર તોરણો લગાવીને તેને શુશોભિત કરવામાં આવે છે. ખાસ કરીને ઘરના મુખ્ય દ્વારે લીલા તોરણ બાંધવામાં આવતા હોય છે. ઘરના મુખ્ય દ્વાર પાસે તોરણ અને સ્વસ્તિક અથવા તુલસીનો છોડ રાખવામાં આવે છે.
ASTRO TIPS : આ ઉપરાંત ઘણાં લોકો દેવી લક્ષ્મીના પગના નિશાન પણ લગાવે છે. પરંતુ આ વસ્તુઓ સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે જેને જો ઘરમાં સ્થાપિત કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે.
ઘરના મુખ્ય દ્વાર પર આ મુકો આ વસ્તુઓ
ગાયના છાણનું લિંપણ કરોઃ
ગાયના છાણને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ગાયના છાણ પર ગાયે પગ મૂક્યો હોય તેને ઘરની બહાર ફેલાવવામાં આવે તો દેવી લક્ષ્મી તેનાથી પ્રસન્ન થાય છે. માટીના વાસણમાં ગાયના પગનું છાણ રાખો અને તેને મુખ્ય દરવાજાની બંને બાજુ રાખો. તેનાથી લક્ષ્મીજી જલ્દી પ્રસન્ન થાય છે. દિવાળી કે અમાસના દિવસે આ ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો : Garuda Purana : ગરુડ પુરાણની આ વાતો જાણીને તમે ક્યારેય નહીં કરો ખોટા કામ, જાણો…..
હળદરના પાણીથી ધોવુંઃ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર ઉંબરો હોય તો તેને નિયમિતપણે પાણીમાં હળદર ઉમેરીને ધોવા જોઈએ. જો મુખ્ય દ્વાર પર કોઈ ઉંબરો ન હોય, તો તે બનાવી શકાય છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર, ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ઉંબરો હોવો જરૂરી છે. એવું કહેવાય છેકે, જે ઘરના મુખ્યદ્વાર પર ઉંબરો નથી હોતો તેની પાસે સંપત્તિ નથી હોતી.
ઘરની બહાર શ્રી યંત્રની સ્થાપના કરોઃ
સનાતન ધર્મમાં શ્રી યંત્રને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. શુક્રવારે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરો અને ઘરના મુખ્ય દ્વાર પર શ્રી યંત્રની સ્થાપના કરો. આ ઉપાય કરવાથી તમને જલ્દી જ લાભ મળશે અને દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થશે.
કેવા રંગનું હોવું જોઈએ આંગણુંઃ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીને લાલ, પીળો અને લીલો રંગ ખૂબ જ પસંદ છે. તમારા ઘરના મુખ્ય દરવાજાને આમાંથી કોઈ એક રંગથી રંગવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
દરવાજા પર કળશ રાખોઃ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમને આવકારવા ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ સુંદર ચિત્રોથી સુશોભિત કળશ પણ સ્થાપિત કરી શકો છો. ઘરની બહાર કળશ રાખતી વખતે તેમાં કેટલાક સિક્કા રાખવાનું ભૂલશો નહીં. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
મખાના તોરણ બનાવોઃ
શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમાંથી એક મખાનાની કમાન બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવાની છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી મખાનાને પ્રેમ કરે છે. તેથી તેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી શુભ ફળ મળે છે.
more article :HEALTH TIPS : 2 મહિના મળે આ પાંદડા, કિંમત માત્ર ₹1, વજન ઘટાડશે, સ્વાદિષ્ટ બને છે સબજી