Astro Tips : શુક્રવારની રાત્રે ગુપ્ત રીતે કરી લો આ ઉપાય, સામેથી ચાલીને ઘરમાં આવશે માતા લક્ષ્મી….

Astro Tips : શુક્રવારની રાત્રે ગુપ્ત રીતે કરી લો આ ઉપાય, સામેથી ચાલીને ઘરમાં આવશે માતા લક્ષ્મી….

Astro Tips : હિન્દુ શાસ્ત્ર અનુસાર સપ્તાહના સાત દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. શુક્રવારનો દિવસ ધનનાદેવી માં લક્ષ્મીની પૂજા કરવા માટે વિશેષ ગણવામાં આવે છે. માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે ધનના દેવી માં લક્ષ્મીની પૂજા કરવાથી જીવનના તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને શુક્રવારની રાત્રે જ્યોતિષીય ઉપાય કરવાથી કરજથી મુક્તિ મળે છે. સાથે જ ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે.

Astro Tips : જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં સાફ-સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે અને પરિવારમાં માહોલ હોય છે ત્યાં માતા લક્ષ્મી સ્થાયી વાસ કરે છે. એવામાં જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પણ માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય તો શુક્રવારની રાત્રે માતા લક્ષ્મી સંબંધીત આ ગુપ્ત ઉપાય અચૂક કરવા.

શુક્રવારના અચૂક ઉપાય

આ પણ વાંચો: papmochani ekadashi : શું પાપમોચની એકાદશી ખરેખર બધા પાપોનો નાશ કરે છે? શું છે તેની વાર્તા, જાણો…

Astro Tips : જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક દિવસનું ખાસ મહત્વ છે. પરંતુ શુક્રવારની સવાર નહીં પરંતુ રાતની પૂજા વિશેષ ગણાય છે. શુક્રવારે સવારે તુલસીના છોડમાં જળ અર્પણ કરી સાંજના સમયે તુલસી સામે દીવો કરવો. માનવામાં આવે છે કે તેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ ની કૃપા પ્રાપ્ત થાય છે.

જો લાંબા સમયથી પૈસાની તંગીથી તમે પરેશાન છો તો શુક્રવારની રાતે માતા લક્ષ્મીની પૂજા કરો. સાથે જ માતા લક્ષ્મીને ગુલાબનું ફૂલ અર્પણ કરો. માતા સામે સુગંધી અગરબત્તી પ્રગટાવો. આ રીતે પૂજા કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો: Surat : બેગમપુરાની દીકરીની ઊંચી ઉડાન, 22 વર્ષની વયે અમેરિકામાં પ્રોફેશનલ પાઈલટ બનીને ગુજરાતનું ગૌરવ વધાર્યું…

Astro Tips : જો તમને નોકરી કે વેપારમાં સમસ્યા આવી રહી છે તો શુક્રવારની રાતે આ ઉપાય કરવો. એક ગુલાબી રંગનું કપડું લેવું અને તેના પર શ્રી યંત્ર અને અષ્ટલક્ષ્મી નો ફોટો સ્થાપિત કરો. ત્યાર પછી નિયમિત તેની પૂજા કરો. તેનાથી કામકાજમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

જો તમે ઈચ્છો છો કે તમારા ઘરની તિજોરી પૈસાથી ભરેલી રહે તો એક લાલ રંગના કપડામાં સાત કોડી બાંધીને તિજોરીમાં શુક્રવારે મૂકી દો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારી તિજોરી પર હંમેશા રહેશે.

more article : Jyotish Shashtra : મંદિરમાં પ્રવેશ કરતી વખતે પગથિયાને સ્પર્શ કેમ કરવામાં આવે છે, જાણો કારણ..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *