Astro Tips : વારંવાર ખિસકોલીનું દેખાવું શુભ કે અશુભ ? જાણો ખિસકોલી ઘરમાં આવે તો તે કઈ વાતનો હોય છે સંકેત

Astro Tips : વારંવાર ખિસકોલીનું દેખાવું શુભ કે અશુભ ? જાણો ખિસકોલી ઘરમાં આવે તો તે કઈ વાતનો હોય છે સંકેત

Astro Tips : ઘણા પ્રાણીઓ એવા હોય છે જેમનું દેખાવું વ્યક્તિને આવનારા સમયમાં થનાર શુભ કે અશુભ ઘટનાઓનો સંકેત આપે છે. આવું જ એક પ્રાણી છે ખિસકોલી. શાસ્ત્રો અનુસાર જો તમને વારંવાર ખિસકોલી જોવા મળે છે તો તે ખાસ સંકેતો હોઈ શકે છે.

Astro Tips :  જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં એવા ઘણા પક્ષી અને પ્રાણીઓના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણા પ્રાણીઓ એવા હોય છે જેમનું દેખાવું વ્યક્તિને આવનારા સમયમાં થનાર શુભ કે અશુભ ઘટનાઓનો સંકેત આપે છે. આવું જ એક પ્રાણી છે ખિસકોલી. શાસ્ત્રો અનુસાર જો તમને વારંવાર ખિસકોલી જોવા મળે છે તો તે ખાસ સંકેતો હોઈ શકે છે. આજે તમને જણાવીએ કે ખિસકોલી જોવી શુભ છે કે અશુભ અને તે શું સંકેત કરે છે.

Astro Tips
Astro Tips

આ પણ વાંચો : Surat ના ટેક્સટાઈલ વેપારીઓની સુંદર ભક્તિ! ભગવાન રામના ઇતિહાસની ઝાંખી કરાવતી સાડીઓ બનાવી, જાણો પહેરવા પર કેમ પ્રતિબંધ?

ખિસકોલી દેખાવી શુભ કે અશુભ?

ઘરના આંગણામાં ખિસકોલી દેખાવી એ શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી લાભ થાય છે અને સૌભાગ્ય વધે છે. આંગણામાં ખિસકોલી આવે તો તેનો અર્થ એ પણ થાય છે કે તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે અથવા તમારી કોઈ ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે.

Astro Tips
Astro Tips

વારંવાર ખિસકોલીનું ઘરમાં આવવું

જો ખિસકોલી વારંવાર તમારા ઘરમાં આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરે નાનકડું મહેમાન આવી શકે છે. એટલે કે તમને સંતાનપ્રાપ્તિના આશીર્વાદ મળી શકે છે. ઘરમાં દરરોજ ખિસકોલીનું આગમન થાય છે તેનો અર્થ એ છે કે તમારા ઘર પર દેવી લક્ષ્મી પોતાની કૃપા વરસાવશે.

આ પણ વાંચો : Astro Tips : જો તમે તમારી વ્યવસાયને નવી ઉડાન આપવા માંગતા હોવ તો આ ઉપાયો અપનાવો,દિવસ દરમિયાન પ્રગતિ બમણી અને રાત્રે ચાર ગણી થશે…

Astro Tips
Astro Tips

રસોડામાં ખિસકોલીનું આવવું

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના રસોડામાં ખિસકોલી આવી જાય તો તેને અતિ શુભ સંકેત માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં તેનો અર્થ થાય છે કે તમારે જીવનમાં ક્યારેય અન્નની તંગીનો સામનો કરવો નહીં પડે.

Astro Tips
Astro Tips

સ્વપ્નમાં ખિસકોલી દેખાવી

જો કોઈ વ્યક્તિ વહેલી સવારે સપનામાં ખિસકોલી જુએ છે તો તેનો અર્થ એ છે કે તમારો દિવસ સારો જશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. સ્વપ્નમાં ખિસકોલી આવે તેનો અર્થ થાય છે કે ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે.

Astro Tips
Astro Tips

MORE ARTICLE : Shivlinga : ભક્તિનો સાગર છલકાયો! માછીમારોને દરિયામાંથી મળ્યું અઢી ફૂટનું શિવલિંગ, શિવ ભક્તોનું ઘોડાપૂર..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *