Astro Tips : સવારે ઉઠીને સૌથી પહેલા જુઓ આ વસ્તુ, તમારો આખો દિવસ રહેશે શાનદાર

Astro Tips : સવારે ઉઠીને સૌથી પહેલા જુઓ આ વસ્તુ, તમારો આખો દિવસ રહેશે શાનદાર

Astro Tips : સવારની શરૂઆત એવી હોવી જોઈએ કે તમારો દિવસ સારો પસાર થાય. સવારે ઉઠ્યા બાદ એવી વસ્તુના દર્શન કરવા જોઈએ જેનાથી તમારા દિવસની શરૂઆત શુભ હોય. જો સવારની શરૂઆત સારી હોય તો તમારો દિવસ ખુબ શાનદાર જાય છે.

તેમ માનવામાં આવે છે કે જો સવારના સમયે સારી વસ્તુના દર્શન થઈ જાય તો આખો દિવસ સારો પસાર થાય છે. આવો જાણીએ કઈ વસ્તુના દર્શન અને અવાજ સાંભળવાથી દિવસની શરૂઆત શાનદાર થાય છે.

હથેળીના દર્શન

Astro Tips : સવારે ઉઠવાની સાથે આપણે આપણી હથેળીના દર્શન કરવા જોઈએ. પોતાની હથેળી જોવાને શુભ માનવામાં આવે છે. આમ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે. આપણી હથેળીથી આપણે કર્મ કરીએ છીએ અને શાસ્ત્રો અનુસાર હથેળીમાં ભગવાનનો વાસ હોય છે. સવારે પોતાની હથેળીના દર્શન કરવાની સાથે આ મંત્રનો જાપ કરો.

कराग्रे वस्ते लक्ष्मी: करमध्ये सरस्वती।
करमूले तू गोविन्द: प्रभाते करदर्शनम।।

આ પણ વાંચોઃ Samaveda : ‘સામવેદ’ વેદોમાં સૌથી નાનો છે અને તે ગીતો અને સંગીત પર આધારિત છે, ચાલો તેની ગાવાની પદ્ધતિ જોઈએ.

Astro Tips કોઈ પક્ષીનો અવાજ સાંભળો

સવારે સવારે કોઈ પક્ષીનો અવાજ સાંભળવો શુભ માનવામાં આવે છે. સાથે જો તે પક્ષીના દર્શન થઈ જાય તો અતિ શુભ ગણવામાં આવે છે. તેનો અર્થ છે કે મા લક્ષ્મી તમારા ઘર પર ખુદ આવ્યા છે. તેનો અર્થ છે કે આજનો દિવસ સારો રહેશે અને તમને સફળતા મળશે.

માતાના દર્શન કરો

Astro Tips : સવારે ઉઠતા જ માતાના દર્શન કરવા જોઈએ. માતાના આશીર્વાદ મહત્વના હોય છે. તેથી જો તમે સવારે તમારા માતાના દર્શન કરો છો તો દરેક કામમાં સફળ થાવ છો.

મંદિરના ઘંટનો અવાજ

સવારે ઉઠવાની સાથે જો આપણે મંદિરના ઘંટનો અવાજ સાંભળવા મળે તો તે શુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારો દિવસ અતિ શુભ રહેશે. દરેક કામમાં સફળ થશો અને પરિણામ તમારા હકમાં આવશે.

more article : Mohini Ekadashi : વૈશાખ શુક્લ એકાદશી પર શ્રી હરિની પૂજા કરો, જાણો વ્રત કથા, શુભ સમય, તિથિ…..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *