Astro Tips : શુક્રવારે કરો આ 3 સરળ પણ ચમત્કારી કામ, અચાનક ધન લાભ થવાના સર્જાશે યોગ….
Astro Tips : હિન્દુ ધર્મમાં સપ્તાહના સાથે દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત ગણવામાં આવે છે. તેવી રીતે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની પૂજા કરવા માટે વિશેષ ગણાય છે. જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા હોય છે તેના જીવનમાં પૈસા સંબંધિત સમસ્યા આવતી નથી. જે ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ હોય ત્યાં સુખ સમૃદ્ધિ બની રહે છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિધિ વિધાનથી તેમની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરવાથી પણ ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.
Astro Tips શુક્રવારના અચૂક ઉપાય
Astro Tips : જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે તેમની પૂજા કરતી વખતે લક્ષ્મી મંત્રનો જાપ કરવો શુભ ગણાય છે.
Astro Tips : દાંપત્યજીવનમાં સમસ્યાઓ ચાલી રહી હોય અથવા તો આર્થિક સંકટ હોય તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સૌભાગ્યની સામગ્રી જેમ કે લાલ વસ્ત્ર, ચાંદલો, સિંદૂર, ચુંદડી અને બંગડી અર્પણ કરો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે.
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની સામે ઘીનો દીવો કરવો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને ખવડાવવાથી પણ લાભ થાય છે. આ સિવાય શુક્રવારથી શરૂ કરીને રોજ ગાયને રોટલી ખવડાવી જોઈએ તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
Astro Tips : જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીને સફેદ રંગ પ્રિય છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવવાથી તે પ્રસન્ન થાય છે.
શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે તેમને કેવડાનું અત્તર અર્પણ કરવું. આમ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને સૌભાગ્ય વધે છે.
more article : Amba Maa : બરવાળા શહેરની મધ્યમાં બિરાજે છે મા અંબા, મુસ્લિમ બિરાદરોની પણ આસ્થા અતૂટ, માડીના પરચા અપાર……