Astro shastra : મંદિરમાં તમે તો આ ભૂલ નથી કરતા ને? જાણો ઘંટ ક્યારે વગાડવો અને ક્યારે ન વગાડવો…

Astro shastra : મંદિરમાં તમે તો આ ભૂલ નથી કરતા ને? જાણો ઘંટ ક્યારે વગાડવો અને ક્યારે ન વગાડવો…

Astro shastra : હિન્દુ ધર્મમાં મંદિરોમાં જવાના પણ અનેક નિયમો છે. જેના વિશે લોકો અજાણ છે. લોકો એટલું વિચારતા નથી અને અનેકવાર એ નિયમો મુજબ પૂજાપાઠ કરતા નથી. જો કે આસ્થાથી તમે કઈ પણ કરો તો તેમાં કશું ખોટું હોતું નથી પરંતુ જો તમે વિધિ વિધાનથી પૂજાપાઠ કરશો અને તેમાં અનુશાસન લાવશો તો તમને પણ સંતોષ થશે. આપણે મંદિર જતા હોઈએ છીએ અને ઘંટ પણ વગાડીએ છીએ. લોકોને એ તો ખબર છે કે મંદિર જતી વખતે ઘંટ વગાડવો જોઈએ. પરંતુ ત્યારબાદ આરતીમાં કે નીકળતી વખતે ઘંટ વગાડવો જોઈએ કે નહીં તે વિશે સાચી માહિતી હોતી નથી.

Astro shastra
Astro shastra

મંદિરમાં પ્રવેશ પહેલા કેમ વગાડવામાં આવે છે ઘંટ?

Astro shastra : હિન્દુ ધર્મમાં ઘંટી વગાડવાની પરંપરા પ્રાચીન કાળથી જ છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ મુજબ ઘંટી વગાડવાથી દેવી દેવતાઓ જાગૃત થાય છે અને વાતાવરણમાં નકારાત્મકતા પણ સમાપ્ત થાય છે. એવું પણ કહેવાય છે કે ભગવાનને ઘંટ, શંખ વગેરેનો અવાજ પ્રિય હોય છે.

આ પણ વાંચો : swapna shastra : આર્થિક લાભ પહેલા સપનામાં દેખાય છે આ 3 વસ્તુઓ, પછી પૈસાથી છલકાઈ જાય છે તિજોરી…

પુરાણોનું માનીએ તો મંદિરમાં ઘંટ વગાડવાથી માણસોના પાપ નષ્ટ થાય છે. એવું કહેવાય છે કે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી તે સમયે જે અવાજ ગૂંજ્યો હતો તે અવાજ ઘંટ વગાડીએ ત્યારે આવે છે.

Astro shastra
Astro shastra

મંદિરમાંથી નીકળતી વખતે વગાડવો કે નહીં?

આ પણ વાંચો : Abu Dhabi Mandir : અબુધાબી હિન્દુ મંદિરના ઉદઘાટનની આતુરતાનો અંત : આજથી શરૂ થઈ વિવિધ વિધિ

Astro shastra  મુજબ મંદિરમાં 2-3 વાર કરતા વધુ ઘંટ વગાડવો જોઈએ નહીં. જોર જોરથી પણ ઘંટ ન વગાડવો જોઈએ. મંદિર કે ઘરમાં સવાર અને સાંજના સમયે ઘંટ જરૂર વગાડવો જોઈએ. જેથી કરીને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ દૂર રહે. મંદિર જતી વખતે અને આરતી સમયે ઘંટ વગાડવો એ યોગ્ય છે પરંતુ વધુ નહીં.

Astro shastra
Astro shastra

મંદિરથી નીકળતી વખતે ઘંટ વગાડવો જોઈએ નહીં. પૂજા કર્યા બાદ પાછા ફરતી વખતે ઘંટી વગાડવી એ નિયમ વિરુદ્ધ છે. તેની પાછળનો એક તર્ક એ છે કે જેવા તમે કોઈના ઘરે જાઓ છો તો ઘંટી (બેલ) વગાડો છો, પરંતુ નીકળતી વખતે નથી વગાડતા. એ જ રીતે મંદિરમાંથી નીકળતી વખતે પણ આમ કરવું યોગ્ય નથી.

more article  : વાસ્તુ શાસ્ત્ર : ભૂલથી પણ ઘરની છત પર આવો સામાન ન રાખતા, નહીં તો માતા લક્ષ્મી થઇ જશે નારાજ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *