Gautam Adani : એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ ખરીદી 4 કરોડની કાર, અંદરથી દેખાઇ છે આવી..
Gautam Adani : ભારત જ નહી, એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક છે. તે મોટાભાગે ચર્ચામાં આવે છે. જ્યારે તેમના બિઝનેસ સાથે જોડાયેલા કોઇ સમાચાર આવે.
Gautam Adani : અથવા અમીરોની યાદીમાં તેમના ક્રમમાં કોઇ ફેરફાર થયો હોય. આ સિવાય તે સમાચારોથી દુર રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં જ તે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે 4 કરોડની એક કાર ખરીદી છે.
Gautam Adani : મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૌતમ અદાણીએ Land Rover ની Range Rover એસયૂવી ખરીદી છે. આ ગાડીની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે. hottestcarsin નામના પેજએ ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં ગૌતમ અદાણીએ Range Rover ગાડીના ફોટા અપલોડ કર્યા છે. ગૌતમ અદાણી આ કાર સફેદ રંગની છે. તેમણે આ ગાડીને Autobiography 3.0 ડીઝલ લોન્ગ-વ્હીલબેસ વેરિએન્ટને ખરીદી છે. આ ગાડીનું 7 સીટર વર્જન છે.
Gautam Adani : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૌતમ અદાણીએ લેન્ડ રોવરની રેન્જ રોવરની SUV ખરીદી છે. આ ગાડીની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે. Hottestcarsin નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર ગૌતમ અદાણીએ રેન્જ રોવર ગાડીની આ તસવીરો અપલોડ કરી છે. ગૌતમ અદાણીની આ કાર સફેદ કલરની છે. તેમણે આ ગાડીનું ઓટોબાયોગ્રાફી 3.0 ડીઝલ, લોન્ગ વ્હીલબેસ વર્ઝન ખરીદ્યું છે.
દમદાર એન્જીન અને ફીચર્સ
Range Rover Autobiography 3.0 ડીઝલમાં 3000 સીસીનું ઇનલાઇન-6 ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 346 bhp નો મેક્સિમમ પાવર અને 700 Nm નો પીક ટોર્ક આઉટપુટ આપે છે. આ ખાસ વેરિએન્ટમાં 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન અને ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Health Tips : બાળકોને ખાલી પેટ ખવડાવશો આ 5 હેલ્ધી વસ્તુઓ તો બીમારીઓ તેનાથી રહેશે દુર…
બહારની તરફ તમને ડીઆરએલ સાથે LED હેડલાઇટ્સ અને મોટા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. ઇંટીરિયરમાં 13.1 ઇંચ ટચસ્ક્રીન, ચાર ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, હેડ અપ ડિસ્પ્લે, વાયરલેસ ડિવાઇસ ચાર્જિંગ અને 3ડી સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે અદાણી પાસે BMW 7-Series, Toyota Vellfire, Audi Q7, Ferrari California અને Rolls-Royce Ghost જેવી શાનદાર કાર છે.
રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી 3.0 ડીઝલ કારની ટક્કરમાં મર્સીડીઝની GLS મે-બેક, Audi Q7, BMW X7, બેન્ટલી બેન્ટેગા, રોલ્સ રોય્સ કલીનન જેવી કારો આવે છે. આ બધી કારોની કિંમત પણ 4થી 5 કરોડ રૂપિયાની આસપાસ જ છે. પણ, બેન્ટલી બેન્ટેગા અને રોલ્સ રોય્સ કલીનનની કિંમત ભારતમાં 10 કરોડ રૂપિયાની આસપાસ પહોંચે છે.
more article : Success Story : ધંધોતો ગુજરાતીઓની નસોમાં છે, કોડિંગના જૂનૂને આ બન્ને ભાઈઓને બનાવી દીધા 25,000 થી 10,000 કરોડના માલિક, જાણો કોણ છે…