અષાઢી બીજ અને રથયાત્રા નિમિતે કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરમાં ખાસ શણગાર કરવામાં આવેલ હતો,જુઓ તસ્વીરો….

અષાઢી બીજ અને રથયાત્રા નિમિતે કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરમાં ખાસ શણગાર કરવામાં આવેલ હતો,જુઓ તસ્વીરો….

આજે અષાઢી બીજના પાવન અવસર ઉપર દર વર્ષની જેમ સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવનાર છે. ભારતમાં પુરી ની જગન્નાથની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. વળી ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા પણ ખુબ જ ખાસ મહત્વ ધરાવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે રથ ઉપર સવાર થઈને નગરમાં ભ્રમણ માટે નીકળે છે.

અષાઢી બીજના આ ખાસ અવસર ઉપર સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પણ તેની ખાસ તૈયારીઓ જોવા મળી હતી. કષ્ટભંજન હનુમાનજી ઉપર લોકોની ખુબ જ ઊંડી આસ્થા રહેલી છે.

અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તિભાવથી આવતા હોય છે. હનુમાનજી પણ પોતાના ભક્તોના બધા જ દુઃખ દુર કરીને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

આજે અષાઢી બીજના પાવન અવસર ઉપર સાણંદપુર મંદિરમાં કષ્ટભંજન હનુમાનજી ને પણ ખાસ શણગાર કરવામાં આવેલો હતો. જેનો લાભ લઈને ભક્તોએ પણ ધન્યતા નો અનુભવ કરેલો હતો.

હનુમાનજીને આજે જાંબુ, ફણગાવેલા મગ, ચણા તથા અન્ય કઠોળ પ્રસાદ તરીકે ધરવામાં આવેલ. અષાઢી બીજના પાવન અવસર ઉપર કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા માટે પણ ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી.

સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિર સારંગપુર ધામ ખાતે અષાઢી બીજના દિવસે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તથા કોઠારી વિવેક સાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા નો આજે દિવ્ય શણગાર કરવામાં આવેલો હતો. સવારની મંગળા આરતી પુજારી સ્વામી દ્વારા કરવામાં આવેલી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *