Bhavnagarમા માનવતા મરી પરવડી હોય તેમ જંગલ વિસ્તારમાંથી ત્યજી દીધેલ નવજાત બાળકી મળી આવી હતી..
Bhavnagar જિલ્લાના વલભીપુરના પાટણા ગામે હચમચાવી મુકતો કિસ્સો સામે આવ્યો છે..જેમાં પાટણા ગામ પાસે જંગલ વિસ્તારમાં નવજાત બાળકી મળી આવતા ભાગદોડ મચી ગઇ હતી. જેની તપાસમાં બાળકીને ત્યજી દેવામાં આવી હોવાથી ચકચાર મચી છે. બીજી તરફ નિષ્ઠુર માતા પિતા સહિતનાઓ સામે લોકોમાં ચારે કોરથી ફિટકાર વર્ષી રહ્યો છે. ફૂલ જેવી બાળકીને ત્યજી દેતી માતાને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે.
બાળકીને રાજી ખુશીથી ત્યજી હોવાનો ચિઠ્ઠીમાં ઉલેખ કરાયો
Bhavnagarમાં વલભીપુરના પાટણા ગામેં માલધારી યુવાન પશુ ચરાવતો હતો. આ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ સાંભળતા જ તે દોડી ગયો હતો. જ્યા તપાસ હાથ ધરતા બાળકી મળી આવી હતી.
બાદમાં માલધારીએ પાટણા ગામના લોકોને જાણ કરતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. આથી લોકોની પ્રાથમિક તપાસમાં બાળકીની સાથે એક નોટ પણ મળી આવી હતી. જેમાં બાળકીને રાજી ખુશીથી ત્યજી હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
આ પણ વાંચો : Nita Ambaniએ 3000 થી વધુ અનાથ બાળકોને ભોજન કરાવીને ઉજવ્યો 60મો જન્મદિવસ…
બાળકીની સાથે એક નોટ પણ મળી આવી હતી
આથી ગામલોકો પણ ચોંકી ઊઠ્યાં હતા. બાદમાં ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર નવજાત બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે હાલ જોખમથી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ પોલીસે બાળકીને તરછોડીને ફરાર થયેલ અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
more article : Bhavnagarના અધેવાડા ગામમાં અકસ્માતે બે દીકરીઓ ટાંકામાં પડી, તો માતાએ પણ બચાવવા લગાવ્યો કૂદકો, ત્રણેયના મોત….