Arai Mataji : દર્શન કરો પૌરાણિક એરાઈ માતાજીના, બડવાની સ્ટેટથી આવતી હતી માની ચુંદડી
Arai Mataji : પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં એરાલ ગામેં રળિયામણુા વનવિસ્તાર અને ડુંગરના પથ્થરો પર એરાઈ માતાજીનું મંદિર આવેલું છે.
Arai Mataji : પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના એરાલ ગામે વર્ષો પહેલાથી સ્થાપિત થયેલું એરાઈ માતાજીનું મંદિર આવેલું છે. ગાઢ જંગલ અને 5 ટેકરીઓની વચ્ચે આવેલુ એરાઈ માતાજીનુ મંદિર 2000 વર્ષ પૌરાણિક હોવાનું કહેવાય છે. સિંધિયા રાજા અને વડવાઓ વચ્ચેના ઘર્ષણના કારણે નવુ ગામ એરાલ વસ્યુ જેનુ નામ એરાઈ માતાજીના નામ પરથી રાખવામાં આવ્યુ હતુ.
એરાઈ માતાજીનુ મંદિર 2000 વર્ષ પૌરાણિક
Arai Mataji : પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં એરાલ ગામેં રળિયામણુા વનવિસ્તાર અને ડુંગરના પથ્થરો પર એરાઈ માતાજીનું મંદિર આવેલું છે. વેજલપુરથી 8 કિલોમીટર એરાલ ગામે માતાજીનુ સુંદર મંદિર આવેલું છે. ગાઢ જંગલ અને 5 ટેકરીઓની વચ્ચેની ટેકરી પર આવેલું એરાઈ માતાજીનુ મંદિર 2000 વર્ષ પૌરાણિક હોવાનું કહેવાય છે.
રાજાના વંશજો એરાઈ માતાના દર્શન કરવા આવે છે
Arai Mataji : પંચમહાલ જિલ્લાના જંગલ વિસ્તારમાં રાજાઓના શાસનકાળ દરમ્યાન કાલોલ તાલુકાનું એરાલ ગામ બારીયા તાલુકાની હદમાં નહોતુ. દેવગઢ બારીયાના રાજાએ બારીયા છોડીને એરાલ ગામ વસાવ્યું હતું એરાઈ માતાને દેવગઢબારિયામાંથી લાવીને એરાલ ગામમાં વસાવા માટે વડવાઓને સ્વપ્ન આવ્યું હતું અને માતાજીને બારીયાથી લાવતા ગામના પ્રવેશ નજીક પાંચ ટેકરીઓ આવેલી છે .
ત્યાંથી એરાઈ માતા અંદર પ્રવેશ કરવાની મનાઈ કરતા તેમને ટેકરી પર જ સ્થાપિત કરવામાં આવ્યા હતા. એરાઈ માતાજીનુ મંદિર 2000 વર્ષ જૂનૂ મંદિર છે વર્ષો પુરાણા એરાઈ માતાના નામથી ઓળખાતા મંદિરના નામ પરથી એરાલ ગામનું નામ પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Success Story : દીકરીના અભ્યાસ માટે માતાએ છોડી જૉબ, એન્જિનિયર જાગૃતિ આવી રીતે બની UPSC સેકન્ડ ટૉપર
એરાલ ગામમાં વર્ષોથી તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. જેમની રક્ષક માં એરાઈ છે. વર્ષો પહેલા મંદિરના દરવાજા ચાંદીના હતા દર વર્ષે નવરાત્રીમાં બડવાની સ્ટેટમાંથી માતાજીની મદિરે આવતી હતી હાલમાં પણ રાજાના વંશજો એરાઈ માતાના દર્શન કરવા તેમજ આર્યા થી આવેલા વંશજો પણ એરાઈ માતાની સેવા પૂજા અર્ચના કરવા મંદિરે આવે છે.
એરાઈ માતા અને વેરાઈ માતા બંને બહેનો
Arai Mataji : પંચમહાલ જિલ્લામાં એરાઈ માતાનું મંદિર વર્ષો પુરાણુ છે, કહેવાય છે કે એરાઈ માતા અને વેરાઈ માતા બંને બહેનો છે એરાઈ માતાનું મંદિર ગામથી એક કિલોમીટર દૂર ટોચ પર આવેલું છે. વર્ષો પહેલા ગામની ચારે બાજુ જંગલ વિસ્તાર હતો લોકોમાં આસ્થા વધતા મંદિરે દર્શન કરવા આવતા થયા અને જેમ જેમ દિવસો પસાર થયા તેમ વિકાસ થતો ગયો. એરાઈ માતાની સાથે સાથે આશાપુરી માતાજી અને કાલભૈરવની પણ સ્થાપના કરેલી છે.
એરાઈ માતાનું મંદિર ગામથી દૂર ટોચ પર
Arai Mataji : એરલ ગામની અંદર આવેલું આ એરાઈ માતા નું મંદિર ભક્તોની આસ્થા નું કેન્દ્ર છે જેમાં વર્ષોથી મેળવડા પણ થતા હોય છે ભાદરવા મહિનાનો મેળો અત્યંત મહત્વનો ગણવામાં આવે છે આ મેળામાં આજુબાજુ વિસ્તારના લોકો મેળામાં ખરીદ વેચાણ કરવા પણ આવતા હોય છે મેળાની વિશેષતા એ છે કે વર્ષોથી મેળામાં વેચાણ કરવા વાળા લોકો ભરપેટ કમાણી કરીને જતા હોય છે.
મેળાના દિવસે વરસાદના અચૂક અમીછાંટણા વરસતા હોય છે વર્ષો જૂની આસ્થા ભાદરવા મહિનાના આ દિવસે જોવા મળે છે. મંદિરે માતાજીની દૂધની વેરાઈઓ ભરવાની બાધા પણ લેવામાં આવે છે તેમજ દરેક નાના-મોટા વેપારી રાજકારણીઓ અને અધિકારીઓ પણ માતાજીના દર્શન કરીને જ પોતાનું કાર્ય કરવા જાય છે.
more article : HEALTH TIPS : ચામડી પર જોવા મળતા આ 5 લક્ષણો આપે છે ડાયાબિટીસનો સંકેત, જરાય ઈગ્નોર ન કરતા