લાંબા, કાળા અને કોમળ વાળ કરવા માટે અપનાવો આ ઉપાય, 2 રૂપિયાની આ વસ્તુ 10 દિવસમાં કરશે અસર…
દરેક છોકરી ઇચ્છે છે કે તેના વાળ લાંબા, ઘાટા અને ચળકતા હોય. સારા વાળ ફક્ત છોકરીઓની સુંદરતામાં જ નહીં પરંતુ તેમનો આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદ કરે છે. બદલાતી જીવનશૈલી, પ્રદૂષણ અને ખાવાની ખોટી આદતોને કારણે આજે સ્ત્રીઓમાં વાળ ખરવા સામાન્ય છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે 2 રૂપિયાની કોફીનો ઉપયોગ કરીને થોડા દિવસોમાં લાંબા કાળા વાળ મેળવી શકો છો. ચાલો જાણીએ આ ટીપ્સ વિશે.
ઓફિસમાં તમારી જાતને સક્રિય રાખવા માટે તમેં કોફીની મદદ લો છો. તે થાક દૂર કરીને આપણા શરીરને તાજું રાખવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કોફી આપણા વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. કોફીમાં હાજર કેફીન વાળ ઉગાડવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે વાળ ઉગાડવા માટે કોફીનો ઉપયોગ કેવી રીતે કરવો?
વાળને સારા બનાવવા માટે કોફી પાવડર અને ઓલિવ તેલની જરૂર હોય છે. આ માટે, પ્રથમ બાઉલમાં 50 મિલી ઓલિવ તેલ લો. હવે તેમાં 4 ચમચી કોફી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. તેને સારી રીતે મિક્સ કર્યા પછી 5 મિનિટ માટે રહેવા દો.
5 મિનિટ પછી ધીમી આંચ પર તેને એક પેનમાં પકાવો. હવે ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. હવે તેને ગાળી લો અને બોટલમાં ભરો. તમારું તેલ તૈયાર છે. હવે તેને અઠવાડિયામાં બેથી ત્રણ વાર વાળ ધોવાનાં એક કલાક પહેલાં માથાની ચામડીમાં સારી રીતે લગાવીને માલિશ કરો.