Diwali પર માતા લક્ષ્મીની પુજા કરવા ઉપરાંત ઘરે લાવો આ ચમત્કારિક વસ્તુ, થશે અઢળક લાભ…
હિન્દુ ધર્મના બધા જ તહેવારોમાં આ Diwali નો પર્વ સૌથી મોટો માનવામાં આવે છે. દિવાળી પહેલા ઘર અને મંદિરની સાફ સફાઈ પણ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણપતિ અને માતા લક્ષ્મીનું પૂજન થાય છે. દિવાળીના 5 દિવસ પહેલાથી જ ઘરમાં દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર રામ ભગવાન 14 વર્ષ વનવાસ ભોગવીને અયોધ્યા પાછા ફર્યા હતા તે ખુશીમાં આ તહેવાર ઉજ્વવામાં આવે છે.
Diwali ના દિવસે ઘરે માતા લક્ષ્મીની પુજા કરવાથી જીવનભર ધન ધાન્યની અછત સર્જાતી નથી. માતા લક્ષ્મીની પૂજા સાથે અમુક વસ્તુઓ ઘરમાં લઈ આવવાથી વિશેષ લાભ થાય છે અને તે સુભ ગણાઈ છે. તો ચાલો તમને વીએ એ ખાસ વસ્તુઓ જેથી માતા પ્રસન્ન થાય છે.
શ્રી યંત્ર
Diwali ના દિવસે શ્રી યંત્ર ખરીદીને ઘરમાં સ્થાપિત કરવું અતિ શુભ માનવામાં આવે છે. શ્રી યંત્ર ખરીદી ઘરમાં રાખવાથી ધનમાં વૃધ્ધિ થાય છે. સાથે સાથે વ્યકતી પણ સમૃધ્ધ થાય છે.
ગોમતી ચક્ર
શ્રી યંત્રની જેમ ગોમતી ચક્ર ઘરે લાવવું પણ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘર પરિવાર સંપન્ન રહે છે.Diwali ના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદીને ઘરમાં લાવી લક્ષ્મીજીની પુજા સાથે તેની પૂજા કરવાથી અને પછી તેને તિજોરીમાં રાખવાથી ધનની વૃધ્ધિ થાય છે.
લક્ષ્મી ગણેશ મુર્તિ
Diwali ના દિવસે લક્ષ્મી અને ગણેશજીની મુર્તિ ખરીદીને ઘરે રાખવું શુભ મનાય છે. આ મુર્તિ ઘરે રાખીને તેની પૂજા કરવાથી ધન ધાન્યની ખામી રહેતી નથી.
લાલ વસ્ત્ર અને શૃંગારનો સામાન
Diwali ના દિવસે નવા કપડાં પહેરવામાં આવે છે. સાથે જ આ દિવસે લાલ રંગના વસ્ત્રો ખરીદવા શુભ માનવામાં આવે છે. આ દિવસે શૃંગારનો સમાન લઈને ઘરે રાખવાથી માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર બનેલી રહે છે.
more article : Diwali પર ઘરમાં લાવો આ શુભ વસ્તુઓ, દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ આપશે આશિર્વાદ….