અમેરિકાની કંપનીને ઠોકર મારીને આ યુવક ભારતમાં વેચે છે દૂધ, ને કમાય છે લાખો રૂપિયા
રાજસ્થાનના બાંસવાડાના કુશલબાગ ગાર્ડન પાસે રાજેશ્વરી કોલોનીમાં રહેતા અનુકૂલ 36 વર્ષની વયે યુવાઓ માટે આદર્શ ઉદાહરણ બની ગયા છે. તે માત્ર 36 વર્ષની વયે વાર્ષિક 37 લાખ રૂપિયાની કમાણી કરે છે. અનુકૂલે ઈન્ટરનેશનલ બેંકની નોકરી છોડી પોતાના દમ પર દૂધનો વેપાર શરૂ કર્યો અને 6 થી વધુ લોકોને રોજગાર પણ આપે છે.
અનુકૂલ મેહતા ઉર્ફ અનુકૂલ જૈન ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ એન્ડ ફાયનાન્સમાંથી ડિગ્રી મેળવ્યા બાદ બેંકમાં નોકરી કરવા લાગ્યો હતો. વર્ષ 2008માં બેંક ઓફ અમેરિકામાં લાખોના પેકેજ સાથે અનુકૂલે તેની ગુરગાંવ બ્રાન્ચથી નોકરી શરૂ કરી હતી. અનુકૂલે જણાવ્યું કે, બેંક ઓફ અમેરિકા બાદ તેણે એચએસબીસી બેંક અને પછી સનકોર્પ બેંક જોઈન કરી હતી.
આઈઆઈટીથી બીટેક કર્યા બાદ ભાઈ અનમોલ મેહતા પણ અનુકૂલ સાથે ગુરગાંવમાં નોકરી કરવા લાગ્યો. ભાઈના લંડન ગયા બાજ અનુકૂલને ગુરગાંવમાં નોકરીમાં મજા નહોતી આવી રહી અને તેને કારણે અનુકૂલ નોકરી છોડી બાંસવાડા પરત ફર્યો હતો.
અનુકૂલ મેહતાએ ગુરગાંવમાં ઈન્ટરનેશનલ બેંકની નોકરી છોડ્યા પહેલા જ બાંસવાડા ગામ પાસ ઠિકરીયામાં 2017માં ભાઈના નામે ‘અનમોલ ગીર ગૌશાળા’ની શરૂઆત કરી હતી. અમુક સમય સુધી ગૌશાળા શરૂ કર્યા બાદ પણ તે નોકરી કરતો રહ્યો. તે પછી 2018માં નોકરી છોડી કાયમ માટે બાંસવાડા આવી રહેવા લાગ્યો.
અનુકૂલે જણાવ્યું કે, 2017માં 7 ગાયથી ગૌશાળાની શરૂઆત કરી હતી. હાલના સમયે તેમની પાસે 135 ગાય છે. ખાસ વાત એ છે કે, તમામ ગાય દેશી પ્રજાતિની છે. અનમોલે ગુજરાતના ગીરમાંથી 80 હજારથી 1 લાખ રૂપિયાના હિસાબે 7 ગાય ખરીદી હતી.
ગૌશાળા 7 વીઘા જમીનમાં ચલાવવામાં આવી રહી છે, જેમાં 2 વીઘામાં ગાયો છે, જ્યારે 5 વીઘામાં તેમના ચારા માટેની વ્યવસ્થા કરવામા આવી છે. 3 વર્ષ અગાઉ ગૌશાળા શરૂ કરી ત્યારે અનુકૂલને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ગાયોના ચારાનો ખર્ચ પણ નહોતો નીકળતો, તેમ છતાં અનુકૂલે હિંમત ના હારી. ગાયોની સંખ્યા વધારવાની સાથે-સાથે દૂધ ખરીદનારાઓને ગૌશાળા સાથે જોડતો ગયો.
હાલ 150 લીટર દૂધ રોજ 70 રૂપિયા પ્રતિ લિટરની કિંમતે વેચી રહ્યો છે. 4 કામદાર પણ રાખ્યા છે, જે સવાર-સાંજ બાંસવાડા આસપાસ ઘરે-ઘરે જઈ દૂધ વેચવાનું કામ કરે છે. અનુકૂલે જણાવ્યું કે, 150 લીટર દૂધ 70 રૂપિયે પ્રતિ કિલોના હિસાબે વેચવા પર વાર્ષિક ટર્નઓવર 37 લાખ રૂપિયા જેટલું થાય છે. જેમાંથી 25 લાખ જેટલો ખર્ચ ગાય પાછળ થાય છે. બાકીની રકમ બચત છે. અહીં દૂધની ડિમાન્ડ વધી રહી છે.
હાલ 250 લિટર દૂધની ડિમાન્ડ સામે તે 150 લિટર દૂધ ઉપલબ્ધ કરાવી શકે છે. ગીરની ગાયોનું પાલન કરવા પાછળનું કારણ જણાવતા અનુકૂલ કહે છે કે, અમેરિકા પણ માને છે કે, ભારતીય દેશી ગાયોનું દૂધ સ્વાસ્થ્ય માટે લાભદાયી રહે છે. ડેરીથી દૂધ લેનારા 70 ટકા ગ્રાહકો કોઈને કોઈ રોગથી પીડિત છે.