Surat નવી સિવિલ હોસ્પિટલની વધુ એક સફળતા, માત્ર 1.5 મહિનાના બાળકને ફરીથી હસતું રમતું કર્યું…
Surat નવી સિવિલ હોસ્પિટલના તબીબો ફરી એક માસૂમ બાળક માટે દેવદૂત બન્યા અને નવજીવન આપ્યું. મહારાષ્ટ્રના નંદુરબારથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ગંભીર હાલતમાં ખસેડવામાં આવેલા દોઢ માસના બાળકની જટિલ સર્જરી કરી હોસ્પિટલના તબીબો દ્વારા નવજીવન આપવામાં આવ્યું છે.
બાળકના શરીરમાં જઠર અને આંતરડા વચ્ચે રહેલી અન્નનળી પર સોજો આવી જવાના કારણે અન્નનળીનો ભાગ જાડો થઈ ગયો હતો, જેથી બાળક માતાનું ધાવણ પણ લઈ શકતું નહોતું, જેથી ખોરાક ન લેવાના કારણે બાળકની હાલત ગંભીર થઈ હતી.
બાળકના એક્સ-રે સહિતના રિપોર્ટ કાઢવ્યા
મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે રહેતા વિકાસ નાયકના ઘરે બીજા દીકરાનો જન્મ થયો હતો, જેના કારણે પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી, પરંતુ એક મહિના બાદ માસૂમ બાળક અંશ માતાનું ધાવણ લીધા બાદ ઊલટી કરી દેતો હતો. એને કારણે બાળકના શરીરમાં ખોરાક પચતો નહોતો. બાળકની હાલત ગંભીર થતાં પરિવાર નંદુરબારની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેના એક્સ-રે સહિતના રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા.
બાળક માતાનું ધાવણ લઈ શકતું નહોતું
જન્મથી જ બાળકને જઠર અને આંતરડા વચ્ચે રહેલી અન્નનળી ઉપર સોજો આવવાને કારણે અન્નનળી વળી જવાથી બાળક માતાનું ધાવણ લઈ શકતું નહોતું. જેથી બાળક ઊલટી કરી દેતો હોવાનું રિપોર્ટમાં નિદાન થયું હતું.
આ પણ વાંચો : IPO : 54 રૂપિયા હતો IPO માં શેરનો ભાવ,15 દિવસમાં પહોંચ્યો 170ને પાર, રોકાણકારોને ત્રણ ગણો ફાયદો…
બે દિવસ સુધી ત્યાં બાળકને સારવાર આપવામાં આવી હતી, પરંતુ બે દિવસથી સારવારનો ખર્ચ દસ હજાર રૂપિયાથી વધુ થયો હતો. ખાનગી હોસ્પિટલના સારવારનો ખર્ચ પરિવાર ચૂકવવામાં અસમર્થ રહેતાં નજીકના સંબંધીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
બાળકને ગંભીર હાલતમાં Surat ખસેડવામાં આવ્યું
બાળકના પિતા વિકાસ નાયક દ્વારા Surat રહેતા નજીકના સંબંધીનો સંપર્ક કરી બાળકને ગંભીર હાલતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ગંભીર હાલતમાં ખસેડાયેલા બાળકને નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં આવેલા પીઆઇસીયુ વોર્ડમાં રિફર કરવામાં આવ્યું હતું. પીડિયાટ્રિક વિભાગના તબીબોએ બાળકને તપાસી તમામ જરૂરી રિપોર્ટ કાઢ્યા હતા.
બાળકની અન્નનળીના સાંકડા ભાગમાં સોજો આવ્યો
પીડિયાટ્રિક વિભાગના તબીબોની તપાસમાં બાળકને કોન્જિનિટલ હાઇપરટ્રોફિક પાઇલોરિક સ્ટેનોસિસ નામની બીમારી હોવાનું સામે આવ્યું હતું. તબીબી તપાસમાં જાણવા મળ્યું હતું કે બાળકના જઠર અને નાના આંતરડા વચ્ચે રહેલી અન્નનળીનો સાંકડો ભાગ સોજો આવવાના કારણે જાડો થઈ ગયો હતો, જેના કારણે બાળક માતાનું ધાવણ લઈ શકતું નહોતું, જેથી જટિલ ઓપરેશન કર્યા વિના કોઈ છૂટકો નહોતો.
દોઢ મહિનાનું બાળક હસતું-રમતું થયું
જટિલ ઓપરેશન પાર પાડવા માટે તબીબોની ટીમને પણ પાંચ કલાક જેટલો સમય લાગી ગયો હતો. એ જટિલ ઓપરેશન બાદ આજે માસૂમ દોઢ મહિનાનું બાળક અંશ હસતું-રમતું થઈ ગયું છે. Surat નવી સિવિલ હોસ્પિટલના તબીબોની મહેનતને કારણે આજે ગરીબ-શ્રમજીવી પરિવારનું માસૂમ બાળક પરિવાર વચ્ચે છે.
સામાન્ય રીતે આ ઓપરેશનનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં એક લાખથી લઈને ત્રણ લાખ સુધીનો થાય છે, પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં આ ઓપરેશન સંપૂર્ણ નિઃશુલ્કપણે કરી બાળકને નવજીવન આપવામાં Surat નવી સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમને સફળતા મળી છે.
more article : Surat : ‘અમારું બાળક પૃથ્વી પર 6 લોકોને નવજીવન આપવા જ આવ્યું હતું’,સુરત ના સંઘાણી પરિવારના નિર્ણયને પાટિલે બિરાદાવ્યો..