હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીનું વધુ એક દિલ જીતનારુ કામ…દીકરી કૃપાના બ્યુટી પાર્લરનું પોતાના હાથે ઓપનિંગ કર્યું… જુઓ તસવીરો

હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીનું વધુ એક દિલ જીતનારુ કામ…દીકરી કૃપાના બ્યુટી પાર્લરનું પોતાના હાથે ઓપનિંગ કર્યું… જુઓ તસવીરો

ગુજરાતની અંદર કેટલાય લોકો આજે અનેક લોકોની સેવા કરીને લોકોના દિલમાં એક અનોખું સ્થાન બનાવી ચૂક્યા છે જેની ચારે કોર વાહ વાહ થતી હોય છે. તેઓ સેવાનો આદર ચાલુ રાખીને અનેક લોકોને નવી જિંદગી આપતા હોય છે. તેમના જીવનમાં એક નવો રંગ અને ઉમંગ ભરી દેતા હોય છે. ગુજરાત રાજ્યમાં ખજૂર ભાઈ તથા પોપટભાઈ આહીર જેવા સેવાકીય લોકો અનેક લોકોની સેવા કરીને લોકોને રાજી કરતા હોય છે. તેમની દરેક સમયે મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે તેના જ કારણે ગુજરાત રાજ્યની ધન્ય ધરા કહેવામાં આવે છે કારણ કે અહીં આવા લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે તે ફક્ત ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક સન્માન રૂપ વાત છે.

તેવા જ એક ખ્યાતનામ અને ખૂબ પ્રખ્યાત વ્યક્તિની આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે સમાજની અંદર એક એવો સેવાનો દોર વહેડાવ્યો છે કે તે લોકોના દિલની અંદર એક અનોખું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ગુજરાત રાજ્યના એક સારા ઉદ્યોગપતિ અને ઉત્તમ સમાજસેવક એવા મહેશભાઈ સવાણીની આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજે ભાગ્યે જ કોઈક એવું મળશે કે તે તેને નહીં ઓળખતા હોય તેમના કાર્યો જ આજે આપણને સૌ લોકોને ગર્વ અપાવડાવે છે કે આવા લોકો આપણા ગુજરાત રાજ્યની અંદર અને ઈથી વિશેષ સુરત શહેરમાં વસવાટ કરે છે.

તે અવારનવાર સેવાકીય કાર્યો કરતા રહે છે. આપણે સૌ લોકો મહેશભાઈ સવાણીને દીકરીના પાલક તરીકે જાણીએ છીએ કારણ કે અત્યાર સુધી કેટલી દીકરીઓના જીવનમાં એક નવો રંગ મહેશભાઈ સવાણી ઉમેર્યો છે જેના કારણે આજે કેટલી દીકરીઓ મહેશભાઈ સવાણી ને પોતાના પિતા કરતાં પણ વિશેષ માને છે પિતા વિનાની દીકરીઓના કન્યાદાન કરીને મહેશભાઈ સવાની એ તમામ દીકરીઓના પિતાની કમી પૂરી કરી છે તેમના લગ્ન પોતાની જ દીકરી માનીને ખૂબ જ ધામધૂમથી કરાવે છે.

જેને કારણે તમામ દીકરીઓ મહેશભાઈ સવાનીને પિતા કરતાં પણ વિશેષ સ્થાન પોતાના જીવનમાં આપે છે પિતા વગરની દીકરી સાથે સાથે તે અનેક દીકરીઓના સપના પૂરા કરવામાં પણ મદદ કરે છે જેને કારણે તે એક નવી ઉડાન ભરીને પોતાના સપનાને સાકાર કરી શકે. દર વર્ષે મહેશભાઈ પિતા વિનાની દીકરીઓના લગ્ન કરાવતા હોય છે તે કોઈ નાત જાત કે ધર્મ જોયા વગર તમામ દીકરીઓને પોતાની દીકરી માનીને તેમના પર ખૂબ જ પ્રેમ વરસાવતા હોય છે.

તે તેમને લગ્નની સાથે સાથે અનેક વસ્તુઓ પણ પૂરી પાડે છે તેમની સાથે સાથે એક પિતા બનીને તે દીકરીનું કન્યાદાન પણ કરે છે તેમની સાથે ભવિષ્યની તમામ જવાબદારીઓ પોતાને માથે લઈ દીકરીને તે તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરી આપે છે તે હંમેશા તેમની સાથે ઉભા રહી પૂરતો સાથ સહકાર અને પ્રેમ પૂરો પાડતા હોય છે. તેઓ દીકરીઓ ના લગ્ન બાદ તેમને અનેક સ્થળોએ ફરવા પણ લઈ જતા હોય છે. તેમની સાર સંભાળ લેવા માટે અનેક વાર તેમના દીકરીઓના ઘરે પણ જોતા હોય છે અનેકવાર તેઓ દીકરીઓના ઘરે અનેક નવી ભેટ લઈ તેમને ખુશ કરી દેતા હોય છે. દીકરીઓના જીવનના તમામ પ્રસંગોમાં એક પિતાનું પાત્ર બનીને તેમની સાથે સતત ઊભા રહે છે.

તેનાથી જ મહેશભાઈ સવાની એક ઉત્તમ પિતા હોવાનું પાત્ર પૂરું પાડે છે. ત્યારે હાલમાં જ મહેશભાઈ સવાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાની એક દીકરીનો બ્યુટી પાર્લર ઓપનિંગ ના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેમાં મહેશભાઈ કેપ્શન માં લખ્યું છે કે દિકા કૃપા બ્યુટી પાર્લર ઓપનિંગ આ કાર્યથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેમના ચાહકો દ્વારા અનેક કમેન્ટ્સ આપી લોકોએ પ્રતિસાદ આપ્યો છે. આપ શેર કરેલી તસવીરોમાં જોઈ શકો છો કે મહેશભાઈ સવાણી ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિ સાથે બ્યુટી પાર્લર ઓપનિંગમાં જોડાયા છે.

તેઓ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરીને દીકરીના આવનારા ભવિષ્ય માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે જોકે મહેશભાઈ ફક્ત પહેલું આવું કાર્ય નથી કર્યું તે અવારનવાર દીકરીઓના સપના માટે પ્રયત્નો કરતા હોય છે તે તેમની ઊંચાઈ સુધી પહોંચવા માટે પોતે એક પિતા બનીને દીકરીઓની મદદ કરતા હોય છે તેઓ ઘણીવાર રમુજી સ્વભાવમાં દીકરીઓના પતિને સાર સંભાળ રાખવા માટે પણ કહેતા હોય છે. તેમજ તેમનો પ્રેમ આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં દેખાઈ આવે છે. આવા લોકોને કારણે જ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ ગર્વ લઈ શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *