પારંપરિક વસ્ત્રો પહેરી અનંત અંબાણીએ ભાવિ પત્ની સાથે આ મંદિરના દર્શન કર્યા હતા.

પારંપરિક વસ્ત્રો પહેરી અનંત અંબાણીએ ભાવિ પત્ની સાથે આ મંદિરના દર્શન કર્યા હતા.

મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટે સગાઈ કરી લીધી છે. થોડા દિવસ પહેલા એન્ટેલિયામાં ભવ્ય સમારોહ રાખવામાં આવ્યો હતો. આ તમામ વિધિ પૂર્ણ થયા બાદ અનંત અને રાધિકા તિરુમાલા શ્રીવારી મંદિરની મુલાકાતે પહોંચ્યા હતાં. ત્યાર બાદ તેમણે કેરલાનાં ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધી હતી જ્યાંના પૂજા કરતા હતાં તેની સુંદર તસવીરો સમે આવી છે.

ગુરુવાયૂર મંદિરમાં ભગવાન ગુરુવાયૂરપ્પનની પૂજા કરવામાં આવે છે. ગુરુવાયૂરપ્પનને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણે તેને ગુરુવાયૂર શ્રી કૃષ્ણ મંદિર પણ કહેવામાં આવે છે.

કેરળના આ પવિત્ર સ્થાનને દક્ષિણ ભારતનું દ્વારકા પણ કહેવામાં આવે છે. જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો. આ મંદિરમાં પૂજા અર્ચના કરતી વખતે અનંત અંબાણીએ સફેદ રંગનાં પારંપરિક વસ્ત્રો પહેર્યા હતા. જ્યારે રાધિકા મર્ચન્ટે લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો.

કેરળનાં આ સુપ્રસિદ્ધ મંદિરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ભગવાન ગુરુવાયૂરપ્પનની પૂજા કરી હતી. જે બાદ હાથીને કેળા પણ ખવડાવ્યા હતા.

ગુરૂવાયૂર મંદિર દેશના સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક છે. આ મંદિરનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જુનો છે. મંદિરમાં રહેનાર પુજારીને ‘મેંસાતી’ કહેવામાં આવે છે. જે 24 કલાક ભગવાનની સેવામાં રહેતા હોય છે.

ગુરવાયૂર મંદિરમાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે એક ખાસ ડ્રેસ કોડ પણ બનાવવામાં આવ્યો છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓને ‘મુંડુ’ નામના પોશાક પહેરવો ફરજીયાત છે. જ્યારે બાળકોને ‘વેષ્ટી’ પહેરાવવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓને માત્ર સૂટ-સલવાર અને સાડીમાં પ્રવેશ કરી શકે છે.

આપને જાણીને કદાચ આશ્ચર્ય થઇ શકે છે, પરંતુ મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ જવાની મંજૂરી આપવામાં આવે છે. બીજા ધર્મના કોઇપણ વ્યક્તિને મંદિર પરિસરમાં પ્રવેશવા પર સખત પ્રતિબંધ છે.

ગુરુવાયૂરમાં ભગવાનના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓને નજીકના અનાકોટ્ટા નામક સ્થાન પર જવુ પડે છે. આ જગ્યા હાથીઓને લઇને ઘણી લોકપ્રિય છે. ગુરૂવાયૂર મંદિર સાથે જોડાયેલ હાથીઓને અહીંના 10 એકર જગ્યામાં રાખવામાં આવે છે. અહીં લગભગ 80 જેટલા હાથીઓના રહેવાની વ્યવસ્થા છે.

આ પહેલા ભાવિ અર્ધાંગીનિ સાથે અનંત અંબાણીએ આંધ્ર પ્રદેશના તિરુમાલા શ્રીવારી મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું અને દર્શનની વ્યવસ્થા કરી હતી. તિરુમાલા શ્રીવારી મંદિરની મુલાકાત લીધી હતી.

આ યુગલે જે મંદિરમાં સગાઈ કરી છે તેનો ઈતિહાસ પણ અનેરો છે. આવો તમને જણાવીએ કે શ્રીનાથજીનું આ મંદિર કેમ ખાસ છે. સોળ કલાઓમાં પૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણના દેશભરમાં ફેલાયેલા હજારો મંદિરોમાં, રાજસ્થાનના નાથદ્વારામાં એક મંદિર પણ છે, જ્યાં તેઓ ‘શ્રીનાથ’ જીના રૂપમાં બિરાજમાન છે.

આ ભગવાન શ્રી કૃષ્ણનું વાસ્તવિક સ્વરૂપ છે જે પર્વતની શિલા પર અંકિત છે જે તેમણે ‘દ્વાપર યુગ’માં વૃંદાવનના રહેવાસીઓને દેવરાજ ઈન્દ્રથી બચાવવા માટે ધારણ કર્યું હતું. બાલ કૃષ્ણએ ગોકુળના રહેવાસીઓને તેમના ડરથી દેવરાજ ઈન્દ્રની પૂજા કરવાને બદલે માતા ગાય અને તેમના આદરણીય દેવતાની પૂજા કરવા પ્રેરિત કર્યા.

મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટે સગાઈ કરી લીધી છે. થોડા દિવસ પહેલા એન્ટેલિયામાં ભવ્ય સમારોહ રાખવામાં આવ્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *