અંબાણી પરિવારનો નાનો દીકરો અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે ૫૦૦૦ વર્ષ જુના ગુરૂવાયૂર મંદિરમાં પહોંચ્યા અને ત્યાં જઈને દર્શન કરીને આર્શીવાદ લીધા.
છેલ્લા ઘણા સમયથી અંબાણી પરિવાર ચર્ચામા આવ્યા છે, થોડા સમય પહેલા અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણીએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો તે સમયે આખો અંબાણી પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો અને બે જોડિયા બાળકોનું સ્વાગત પણ અંબાણી પરિવારે જોરદાર કર્યું હતું, ત્યારબાદ અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીની સગાઇ કરવામાં આવી હતી.
આ સગાઈમાં ઘણા મોટા મોટા મેઘા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા અને આ સગાઈ ખુબ જ ધામધૂમથી કરવામાં આવી હતી, હાલમાં સગાઈ પછી તેઓ તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે તિરુમાલા શ્રીવારી મંદિરમાં દર્શન કરવા ગયા હતા. અંનત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટએ અહીંયા દર્શન કર્યા અને કેરલાનાં ગુરુવાયુર મંદિરના પણ દર્શન કરીને તેમના આશીર્વાદ લીધા હતા.
અંનત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટએ ભગવાન ગુરુવાયૂરપ્પનની પૂજા કરી હતી. ગુરુવાયૂરપ્પનની એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે તે માટે તેમના દર્શન કરીને તેઓએ આશીર્વાદ લીધા હતા. ગુરૂવાયૂર મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો મંદિરનો ઇતિહાસ ૫૦૦૦ વર્ષ જૂનો છે અને દેશના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક મંદિર છે.
તે માટે મંદિરમાં આવીને અનંત અંબાણીએ અહીંના વસ્ત્રો પહેર્યા હતા અને તેની સાથે રાધિકા મર્ચન્ટે પણ લાલ ડ્રેસ પહેર્યો હતો, આ નવયુગલએ અહીં પૂજા કરીને હાથીને કેળા પણ ખવડાવ્યા હતા. જયારે અનંત અંબાણી આ મંદિરમાં તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે દર્શને ગયા તો મંદિરના અધિકારીઓએ પણ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ બંને જગન્નાથજીના દર્શને પણ પહોંચ્યા હતા, અહીંયા પહોંચીને મંગળવારના રોજ અનંત અંબાણીએ ઓડિશામાં જગન્નાથજી ભગવાનના દર્શન કરીને તેમને લગ્નમાં આવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. અનંત અંબાણી અને તેમની મંગેતર મુંબઈથી આશીર્વાદ લેવા માટે પુરી ગયા હતા, થોડા સમય બાદ બંને એકબીજા સાથે લગ્ન કરીને તેમના નવા દામ્પત્ય જીવનની શરૂઆત કરશે.