તિથલના દરિયા કિનારે સ્વયંભૂ પ્રગટ થઇ ગણેશજીની પ્રાચીન પ્રતિમા…દર્શને ઉમટી પડ્યા ભક્તો..જુઓ
તિથલ બીચ(Tithal Beach)ના દરિયા કિનારેથી ગણેશજીની પ્રાચીન પ્રતિમા(Ganesh) મળી આવી છે. 80 કિલોનું વજન ધરાવતી ભગવાન ગણેશજીની પ્રતિમા મળી આવી છે. ગણેશજીની પ્રતિમા એક પ્રાચીન પ્રતિકૃતિ હોય તે પ્રકારની દેખાઈ રહી છે. પથ્થરમાં કોતરેલી ગણેશજીની પ્રતિમાં દરિયામાંથી મળી આવતા કુતુહલ સર્જાયું છે.
મહત્વનું છે કે, દરિયા કિનારેથી મળી આવેલી આ ગણેશજીની પ્રતિમાને તિથલ ગામમાં જ રાખવીની સ્થાનિકોની લાગણી છે. આ ગણેશજીની પ્રતિમા તણાઈને આવી કે પછી કોઈ મુકી ગયું? તેમજ કઈ રીતે આ પ્રતિમા આવી તેને લઈને પણ અનેક પ્રશ્નો સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. ત્યારે હવે આ પુરાતત્વ વિભાગના અધિકારી દ્વારા ગણેજીની પ્રતિમા ચકાસણી કરવામાં આવશે.
આ બાબતે એક સ્થાનિકે જણાવતા કહ્યું હતું કે, આ પ્રતિમા જુની પુરાણી છે. ત્યારે મળી આવેલ પ્રતિમાની બનાવટ ખૂબ જ સરસ મજાની છે. આ પ્રતિમા જે બનાવટ છે તે હાલનાં કારીગરોથી બની શકે તેમ નથી. મળતી માહિતી અનુસાર, મનોજ ભાઈ નામનાં વ્યક્તિ દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા. ત્યારે તેઓને આ પ્રતિમા દેખાઈ હતી.
ત્યારે તેઓએ આસપાસના મિત્ર મંડળને જાણ કરવામાં આવતા મિત્રો તરત જ દરિયા કિનારે આવી ગયા હતા. ત્યાર બાદ પ્રતિમાને બહાર કાઢવામાં આવી હતી અને જોતા ગણપતિ બાપાની પ્રતિમા જોવા મળી હતી.
આ પ્રતિમા બાબતે જે તે વિભાગના અધિકારીને ટેલીફોનિક જાણ કરવામાં આવી છે અને પુરાતત્વ વિભાગના અધિકારી દ્વારા ગણેજીની પ્રતિમા ચકાસણી કરવામાં આવશે.