Accident : અમદાવાદમાં સર્જાયો સાઉથની ફિલ્મ જેવો એક્સિડન્ટ, રિક્ષા હવામાં ફંગોળાયા બાદ ગલોટિયુ ખાઈ ગઈ…

Accident : અમદાવાદમાં સર્જાયો સાઉથની ફિલ્મ જેવો એક્સિડન્ટ, રિક્ષા હવામાં ફંગોળાયા બાદ ગલોટિયુ ખાઈ ગઈ…

અમદાવાદમાં પૂરપાટ સ્પીડમાં જતી રિક્ષાનું આગળનું વ્હીલ અચાનક નીકળ્યું, હવામાં ગોથું ખાઈ ઊંધેકાંધ પટકાઈ, ફરી આપોઆપ સીધી પણ થઈ ગઈ!

Accident
Accident

અમદાવાદમાં Accidentની એક અજીબ ઘટના બની છે. ચાલુ રિક્ષાએ આગળનું ટાયર અચાનક જ નીકળી જતા રિક્ષા હવામાં ઊછળી ફંગોળાઈ ત્યારબાદ ગલોટિયું મારી ઊંધેકાંધ પટકાઈ હતી.

આ Accidentમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે રિક્ષાચાલકને સામાન્ય ઈજા થઈ હતી. નજીકમાં અન્ય કોઈ ડ્રાઈવર ન હોવાથી મોટો અકસ્માત પણ ટળી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

Accident
Accident

સીસીટીવીમાં શું દેખાય છે?

સીસીટીવીમાં જોવા મળતી વિગત મુજબ રોડ પર રિક્ષા પૂરપાટ ઝડપે ચાલી રહી છે. ત્યારે રિક્ષાનું આગળનું ટાયર અચાનક નીકળી જતાં પહેલા રિક્ષા આગળથી ઊંચી થાય છે, પરંતુ બીજી જ ક્ષણે રિક્ષા હવામાં ફંગોળાઈ ફૂટબોલની જેમ ગલોટિયું મારી ઊંધેકાંધ પટકાઈ હતી. બાદમાં આપોઆપ રિક્ષા ફરી સીધી થઈ ગઈ હતી. બાદમાં આસપાસમાંથી લોકો દોડી આવે છે અને રિક્ષાચાલકને સહી સલામત બહાર કાઢે છે.

Accident
Accident

રિક્ષા ચંડોળા તળાવથી નારોલ તરફ જતી હતી

આ પણ વાંચો : Lord Shree Krishna : સારા લોકોનું મૃત્યુ જલ્દી શા માટે થઈ જાય છે? ભગવાન શ્રીકૃષ્ણએ પોતે આપેલો છે આ વાતનો સાચો જવાબ

ચંડોળા તળાવથી નારોલ તરફ જતા રસ્તા પર 222 સપ્ટેમ્બરે બપોરના સમયે એક રિક્ષાચાલક રિક્ષા લઈને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ રિક્ષાનું આગળનું ટાયર ચાલુ રિક્ષાએ નીકળી ગયું હતું.

Accident
Accident

આના કારણે રિક્ષા ફિલ્મની જેમ હવામાં ઊછળી અને પલટી ગઈ હતી. Accident થતાં રિક્ષાચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પરંતુ આસપાસ અન્ય કોઈ વાહન ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી અને અન્ય વાહનચાલકને પણ કોઈ નુકસાન થયું નથી.

Accident
Accident

રિક્ષાચાલકને સામાન્ય ઈજા પહોંચી

રિક્ષાચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. આસપાસના લોકોએ દોડીને રિક્ષા ઊભી કરીને રિક્ષાચાલકની મદદ કરી હતી. Accidentમાં કોઈ જાનહાનિ ન થતાં પોલીસ ચોપડે પણ કોઈ નોંધ લેવાઈ નથી.

more article : Accident : લોહીથી ભીંજાયો સુરેન્દ્રનગર હાઈવે : મોરબીથી કડી જતા પરિવારની કારને ટ્રકે કચડી, 4 ના મોત

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *