બાબા અમરનાથ ગુફા સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓનું રહસ્ય જાણીને તમારા હોશ ઉડી જશે…
બાબા અમરનાથ તીર્થ સ્થળ સાથે જોડાયેલી માન્યતાઓ અને પૌરાણિક કથાઓ ખુબજ પ્રચલિત છે. કહેવાય છે કે જેવા કર્મ એવા ફળ, મતલબ કે જેવી આસ્થાથી ભગવાનની પૂજા કરવામાં આવે છે ભગવાન એવુજ ફળ આપે છે.
અમરનાથ વિશે પણ એવું જ કહેવામાં આવે છે. અમરનાથ ભગવાન ભોલાનાથની પવિત્ર નગરી માનવામાં આવે છે. અને જયારે પણ ભક્તો ભગવાન શિવની સાચા મનથી આરાધના કરે છે ભગવાન શિવ તેને દર્શન જરૂર આપે છે.
અમરનાથ ધામ વિશે ઘણી બધી કથાઓ પ્રચલિત છે, ખાસ કરીને મુખ્ય કથા અમર કબૂતરની છે. ત્યારબાદ મુસ્લિમ ચારનારણી કથાનો પણ ઉલ્લેખ છે. ઘણા લોકો આ કથા ના વિરોધી છે તેમ છતાં આ પૌરાણિક કથા ખુબજ પ્રચલિત છે.
આ કથા આવી છે કે, બુટા મલિક નામનો એક મુસ્લિમ વ્યક્તિને એક ઋષિ એ કોલસાનો એક થેલો આપ્યો હતો. જયારે માલિક ઘરે પહોચ્યો ત્યારે તેણે જોયું કે કોલસાના થેલામાં સોનું થઇ ગયું હતું.
એ જોઇને એ એટલો બધો ખુશ થઇ ગયો કે તે પેલા ઋષિ નો આભાર માનવા ગયો. અને ત્યાં તેને એક ચમત્કાર જોવા મળ્યો. ત્યાં એક ગુફા જોઇને તેને પોતાની આંખો પર પણ વિશ્વાસના થયો. ત્યારથી આ ગુફા અમરનાથ ગુફા ધામ થી પ્રચલિત છે.
બીજી પૌરાણિક કથા અનુસાર એકવાર માતા પાર્વતીને ભગવાન શિવે અમર થવાની કથા સંભળાવી. જયારે ભગવાન શિવ અને માતા પાર્વતી કથા સાંભળી રહ્યા હતા ત્યારે કથા સાંભળતા સાંભળતા જ માતા પાર્વતી સુઈ ગયા,
પરતું આ વાર્તા એક કબુતરના જોડકાએ સાંભળી લીધી અને તે અમર થઇ ગયા. માન્યતા મુજબ જે કોઈ પણ ભક્ત અમરનાથ યાત્રા માટે આ ગુફામાં આવે છે તેને આ કબુતરના દર્શન થવા કોઈ દેવીય કૃપાથી ઓછું નથી.