જુલાઇમાં આ તારીખે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ: નવરાત્રીમાં આવું રહેશે વાતાવરણ, જાણો અંબાલાલ પટેલની આગાહી

જુલાઇમાં આ તારીખે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ: નવરાત્રીમાં આવું રહેશે વાતાવરણ, જાણો અંબાલાલ પટેલની આગાહી

છેલ્લા 4-5 દિવસથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે આજે અમદાવાદ અને રાજકોટમાં ઉઘાડ નીકળ્યો છે. જોકે, હવામાન વિભાગે હજુ આગામી 5 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડશે.

7થી 12 સુધી રહેશે વરસાદનું જોરઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જુલાઈમાં સૌરાષ્ટ્ર – કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 7થી 12 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ થશે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં પાણી લાવશે.

 

’11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે’
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે.

નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે: અંબાલાલ પટેલ
ભારે વરસાદને લઈ નર્મદા નદીમાં પૂર આવી શકે છે. આ ઉપરાંત તાપી નદીમાં પણ સામાન્ય પૂરની શક્યતા છે. ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઉભું થવાની સંભાવના છે. ભારત-પાક. મેચ અને નવરાત્રીને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ વિવિધ ભાગોમાં વરસાદ રહેશે.

દરિયાકાંઠા વિસ્તારમાં રહેશે પવનનું જોર
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે.

અત્યાર સુધીમાં 275 મીમી વરસાદ નોંધાયો
રાજ્યમાં સિઝનનો 31.40% વરસાદ નોંધાયો છે. ચોમાસાના પ્રારંભ બાદ અત્યાર સુધીમાં 275 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતના 1 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 35 તાલુકામાં 20થી 40 ઈંચ, 61 તાલુકામાં 10થી 20 ઈંચ, 14 તાલુકામાં 5થી 10 ઈંચ, 37 તાલુકામાં 2થી 5 ઈંચ અને 3 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *