Amethi : બોલો, આખે આખી ટ્રેનને લોકોએ ધક્કો મારીને પહોંચાડી સ્ટેશન, વીડિયો થયો વાયરલ..

Amethi : બોલો, આખે આખી ટ્રેનને લોકોએ ધક્કો મારીને પહોંચાડી સ્ટેશન, વીડિયો થયો વાયરલ..

Amethi : અમેઠીમાં રેલવે વિભાગની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ટ્રેન પાટા પર ખરાબ થઈ ગઈ ત્યારબાદ રેલવે કર્મચારીઓએ ટ્રેનને ધક્કો મારીને લૂપ લાઇન પર લઈ ગયા હતા.

Amethi : ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા છે. અહીં થોડા લોકો એક રેલવે એન્જીનને ધક્કો મારતા નજર આવ્યા હતા અને જોઈ વ્યક્તિએ તેનો વિડીયો ઉતાર્યો હતો જે હાલ સોશિયલ મીડીયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. સાથે જ કોંગ્રેસે પણ આ વિડીયોને શેર કરીને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું હતું.

Amethi : યુપીના અમેઠી જિલ્લામાં રેલવે વિભાગની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. થયું એવું કે DMU ટ્રેન પાટા પર વચ્ચેથી તૂટી ગઈ હતી, ત્યારબાદ રેલવે કર્મચારીઓએ ટ્રેનને મુખ્ય લાઇન પરથી હટાવી લૂપ લાઇન પર લઈ ગઈ હતી. ટ્રેનને ધક્કો મારતા કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Amethi
Amethi

Amethi : સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ડીપીસી ટ્રેન પાટા વચ્ચે ઉભી છે, જેને રેલવે કર્મચારીઓ આગળ ધકેલી રહ્યા છે. તમે કાર અને બસ જેવા વાહનોમાં લોકોને ધક્કો મારતા જોયા જ હશે, પરંતુ લોકોને ટ્રેનમાં ધક્કો મારતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે રેલ્વે ફાટક પાસે ખરાબ થયેલ એન્જીનને કારણે નજીકમાં ઘણા લોકો હાજર હતા જેઓ તેનો વિડીયો બનાવી રહ્યા હતા.

આ પણ વાંચો :  Vastu Tips : સવારે ઉઠીને ક્યારેય જોશો નહી આ વસ્તુઓ, નહીંતર ગરીબી ઘર કરી જશે..

Amethi : મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમગ્ર મામલો અમેઠીના નિહાલગઢ રેલવે સ્ટેશનનો છે. અહીં સુલતાનપુર તરફથી અધિકારીઓ DPC ટ્રેન દ્વારા લખનૌ તરફ જઈ રહ્યા હતા. પરત ફરતી વખતે ગુરુવારે સાંજે 7 વાગ્યાની આસપાસ એન્જિન અચાનક ફેલ થઈ ગયું હતું. જેના સમાચાર કંટ્રોલને આપવામાં આવ્યા હતા. જે બાદ રેલ્વે કર્મચારીઓ દ્વારા ડીપીસી ટ્રેનને મેઈન લાઈનમાંથી ધક્કો મારીને લૂપ લાઈનમાં લાવવામાં આવી હતી.

Amethi
Amethi

Amethi : સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વાયરલ વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, “રેલવે મંત્રીને તાત્કાલિક બોલાવો અને એમની પાસે પણ ધક્કો લગાવો. એવું લાગે છે કે ભાજપની ‘ડબલ એન્જિન સરકાર’ને આજે ચૂંટણી બોન્ડમાંથી બળતણ મળ્યું નથી, તેથી જ લોકોને અમેઠીના નિહાલગઢ ક્રોસિંગ પર ધક્કા ખાવાની ફરજ પડી છે.”

આ પણ વાંચો : Pomegranate Powder : કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા..

Amethi : કોંગ્રેસે પણ આ વીડિયો તેના સત્તાવાર ‘એક્સ’ હેન્ડલ પર પોસ્ટ કર્યો અને લખ્યું, ‘ ‘બુલેટ ટ્રેનનું વચન હતું, હવે ટ્રેનને પણ ધક્કો મારવો પડશે. મોદી સરકારમાં દરેક ક્ષેત્ર બરબાદ થઈ ગયું છે. રેલવેને ઘણું નુકસાન થયું છે.’

Amethi
Amethi

More article : Success Stroy : એક સમયે ફ્લિપકાર્ટમાં કરતા હતા જૉબ, આઈડિયાના જોરે ઉભી કરી દીધી રૂ. 99,444 કરોડની કંપની

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *