અમેરિકામાં વેકેશન માણી રહેલા ગીતા બહેન રબારી સવારે બરફમાં ગરબા રમતા જોવા મળ્યાં હતા….
ગીતા રબારી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે ગઈ છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. જેની અંદર તે બરફ સાથે રમતા અને -7 ડિગ્રી સેલ્સિયસમાં ગરબા લેતા જોવા મળ્યા હતા.
આ ફોટામાં આપણે જોઈ શકીએ છીએ કે તેમની પાછળની કાર અને તેમની પાછળની ઇમારત પર કેટલો બરફ જામી ગયો છે.
સવારે 5:41 વાગ્યે ગીતા બેન રબારીએ બરફ સાથે રમતા કેપ્શન સાથે ફોટો શેર કર્યો. જેના કારણે આ તસવીરો આવતાની સાથે જ ખૂબ વાયરલ થઈ ગઈ છે. તે અને તેનો પતિ અને તેનો મિત્ર ત્યાં ફરવા ગયા છે. તાજેતરમાં ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટના ફોટા શેર કર્યા છે.
જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહયા છે. તમે તેના ફોટામાં જોઈ શકો છો કે તેણે એકદમ સામાન્ય દેખાતા આઉટફિટ પહેર્યા છે. ગીતાબેન રબારી ગુજરાતના શ્રેષ્ઠ કલાકારોમાંના એક છે એમ કહેવું ખોટું નથી.
તેના ગીતો બધાને પસંદ છે. તેના ગીતો બહાર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
આ જ કારણ છે કે તેમનો અવાજ આજે ગુજરાત અને દેશભરમાં જાણીતો બન્યો છે અને લોકો તેને પ્રેમ કરે છે. આજે દરેક વ્યક્તિ તેની સફળતાની વાત કરે છે. પરંતુ લોકો નથી જાણતા કે તેની સફળતા પાછળ કેટલો સંઘર્ષ છે.