અમદાવાદ થી ખૂબ નજીક આવેલ આ ખાસ ફરવાલાયક સ્થળની મુલાકાત જરૂર લેજો,તસવીરો જોવો….
આજે અમે તમને જણાવીશું અમદાવાદમાં તથા અમદાવાદથી નજીક આવેલા ફરવાના સ્થળો વિશે સંપૂર્ણ માહિતી. અમદાવાદ શહેરને હેરિટેજ સિટી નો દરજ્જો મળેલો છે.
અમદાવાદ પ્રાચીન ઈમારતો, તળાવ, કૂવા, વાવ, મંદિર, આશ્રમ, કિલ્લો તથા દરવાજા વગેરેથી સમૃદ્ધ શહેર છે. તો ચાલો જાણીએ અમદાવાદના આધુનિક અને પ્રાચીન સ્થળો વિશે.
નળ સરોવર.નળ સરોવર પક્ષી અભયારણ્ય એ ભારતના સૌથી મોટા વેટલેન્ડ પક્ષી અભયારણ્યમાંનું એક છે. 123 કિમીના વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યમાં એક વિશાળ તળાવ છે જ્યાં તમે પક્ષીઓની લગભગ 200 પ્રજાતિઓ જોઈ શકો છો.
અભયારણ્ય અમદાવાદથી લગભગ 61 કિલોમીટરના અંતરે આવેલું છે. ચોમાસા પછી તરત જ હજારો યાયાવર પક્ષીઓ અભયારણ્યની મુલાકાત લે છે.
ઉદ્યાનના છીછરા વિસ્તારોમાં અને તળાવોની નજીક, વાડ કરતા પક્ષીઓ મળી શકે છે. ઉદ્યાનની કેટલીક લોકપ્રિય પ્રજાતિઓમાં સફેદ સ્ટોર્ક, બગલા, ભયંકર જંગલી ગધેડા, કાળિયાર, ગુલાબી પેલિકન, ફ્લેમિંગો અને બ્રાહ્મણ બતકનો સમાવેશ થાય છે.
અડાલજ ની વાવ.અડાલજ ની વાવ આ વાવ ની મુલાકાત લેવા જેવી છે. જેને 1498 માં બનાવવા માં આવી હતી. આ વાવ ને પાણી નો સંગ્રહ કરવા માટે બનાવવા માં આવી હતી તેની સ્થાપત્ય મુસ્લિમ કલા મુજબ કરવામાં આવ્યું હતું. તેનું સ્થાપત્ય અને બાંધકામ 500 વર્ષ પછી પણ એમનું એમ અકબંધ છે.
અડાલજ ની વાવ રાણા વીરસિંહ દ્વારા 1498 ની સાલ માં અડાલજ માં બનવવામાં આવી હતી. અડાલજ ની વાવ માં તેની સ્થાપત્ય કલા માણવાલાયક છે. ઈન્ડો ઇસ્લામિક નું અદભુત મિશ્રણ કરી ને સ્થાપત્ય બનાવેલું છે. તેની કોતરણી કામ દીવાલ અને પિલ્લર પર અદભુત કરેલું છે જે નિહાળવા લાયક છે.
થોળ પક્ષી અભયારણ્ય.મહેસાણા નજીક આવેલું આ પક્ષી અભયારણ્ય માં તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં દૂર દૂર થી વિવિધ પ્રકારના પક્ષીઓ આવે છે. જેમાં ફ્લેમિંગો પક્ષી અને સારસ પક્ષી આકર્ષણ નું કેન્દ્ર છે. 1912 ની સાલ માં આ તળાવ બનાવવા માં આવ્યું હતું. જે મહેસાણા માં આવેલું છે.
થોળ પક્ષી અભ્યારણ્ય દેશ વિદેશ ના હજારો પક્ષીઓ ને આકર્ષિત કરે છે 7 કિલોમીટર ના અંતર માં આ તળાવ પથરાયેલું છે 1988 માં વન્યજીવ સરંક્ષણ દ્વારા અભ્યારણ્ય નો દરજ્જો આપવા માં આવ્યો છે.
નવેમ્બર થી માર્ચ ના સમયગાળા માં વિવિધ પ્રકાર ના પક્ષીઓ દેશ વિદેશ થી અહીં આવે છે. જેના માટે આ સમયે મુલાકાત લેવાથી અલગ અલગ પક્ષીઓ જોવા મળે છે.
ઝાંઝરી નો ધોધ.આ ધોધ 25 ફૂટ ઉંચો છે. અહિયાં આવવા માટે તમારે પોતાનું વાહન લાવવું પડશે. વાહનો ના પાર્કિંગ થી આ ધોધ 3 કિલોમીટર દુર છે. તમે અહિયાં ટ્રેકિંગ કરી શકો કે પછી ઊંટ ની સવારી પણ કરી શકો છો.
અહિયાં ક્યાય રહેવા કે ખાવા માટે હોટલ નથી એટલે પોતાની સાથે ખાવા પીવા ની વસ્તુઓ લઈ ને જવી. અહીં ની સુંદરતા નિહાળવા લાયક છે અઠવાડિયા ના અંતે આવતી ની રજા માં અહીં વધુ ભીડ જોવા મળે છે.
લોથલ.અમદાવાદ જિલ્લા ના ભાલ વિસ્તારમાં આવેલા સરગવાળા શહેર માં લોથલ ગામ આવેલું છે. જેની શોધ એસ. આર. રાવ નામ ના પુરાતત્વવિદ દ્વારા નવેમ્બર 1954 માં કરવામાં આવી હતી.આ સ્થળ ઐતિહાસિક છે અહીંની મુલાકાત લેવા જેવી છે.
પહેલા ના સમય માં થતા ઉદ્યોગો અને વેપાર વાણિજય ને લગતી માહિતી આ સ્થળે થી મળી રહે છે.અહી જહાજી આવન – જાવન થતું હતું અને ઘરેણાં, વસ્ત્રો, ધાતુ વગેરે ની નિકાસ થતી હતી.
અહી રહેતા લોકો નો ધંધો ઇજિપ્ત સુધી ફેલાયેલો હતો તેવા પુરાવા મળ્યા છે. જ્યાં ખોદકામ દરમ્યાન હાથીના દાંત, કિંમતી પથ્થરો, પારા થી બનેલા ઘરેણાં, માટીના વાસણો, બંગડીઓ વગેરે મળ્યા હતા.
તિરૂપતિ ઋષિવન.હિમંતનગર નજીક આવેલું આ ઋષિવન એડવેન્ચર પાર્ક સહીત અહીં વિવિધ દેશો ની અજાયબીઓ નું આબેહૂબ પ્રતિમાઓ બનવવામાં આવી છે.
આ સિવાય પેરાગ્લાઇડિંગ, રૈન વોટર, રોલર કોસ્ટર, 6D સિનેમા, રિસોર્ટ વગેરે આવેલું છે.જે માણવાલાયક છે.પરિવાર સાથે અને મિત્રો સાથે અહીં સમય પસાર કરવા જેવો છે. તિરૂપતિ ઋષિવન અમદાવાદ થી 81 કિલોમીટર ના અંતરે આવેલું છે