એક સમયે અમદાવાદમાં મામુલી નોકરી કરતો યુવક બન્યો ગમન સાંથલ,આજે જીવે છે આવું આલીશાન જીવન, જુઓ તસવીરો.
રબારી સમાજમાં છેલ્લા કેટલાંક વર્ષમાં ઘણા યુવક યુવતીઓ સોંગ ઇન્ડસ્ટ્રી માં આવ્યા છે.જેમાં જોવા જઇએ તો મુખ્યત્વે બે નામ ગુજરાતમાં નહીં પરંતુ હાલ ગુજરાત બહાર પણ ચર્ચાય છે જેમાં ગીતાબેન રબારી અને ગમન સાંઠલ નું નામ છે તો આવો જાણીએ આપણે ગમન સાથલ વિશે.
ધોરણ 10 મા નપાસ છતા ના હાર્યા હિંમત.અમદાવાદમાં મામૂલી પગારે કરી નોકરી આજે ગમન ભુવાજીના એક ટહુકાથી ધ્રુજી ઉઠે છે લોકો.જીવનમાં જ્યારે કોઇ કપરી ક્ષણ આવે કે નબળી સ્થિતિ બને ત્યારે આપણી અંદર રહેલા કલાકારને બહાર લાવી દે છે. આવું જ એક નામ ઉત્તર ગુજરાતનું છે.
ગમન સાંથલ નામનો યુવા કલાકાર આજે ગુજરાત ભરમાં જાણીતો છે. તેમણે ગાયેલી રેગડી અને ગીતો ધૂમ મચાવી રહ્યાં છે.જોકે તેમના નામની સાથે તેમની સંગર્ષગાથા પણ જાણવા જેવી છે.શા માટે નામ પાછળ લખાવે છે ગામનું નામ.
એક ઇન્ટરવ્યુમાં ગમન સાંથલે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના નામ પાછળ પિતાનું નામ લખાવે છે પણ હું જે ગામનો છું તેનું નામ રોશન થાય એટલા માટે હું મારા નામ પાછળ મારા ગામનું નામ સાંથલ લખાવું છું.
ઘરની ખરાબ પરિસ્થિતિએ ગાયકી તરફ વાળ્યા એક સમયે ઘરની પરિસ્થિતિ ઘણી સારી હતી. પિતાને ખેતી અને પશુપાલનનો વ્યવસાય હતો.ગમન ભણવામાં પણ હોશિયાર હતા.તેમના માતા-પિતાની ઇચ્છા હતી કે તે કંઇક બને.
પરંતુ અચાનક સમયે પલટો માર્યો.પશુપાલનના વ્યવસાયમાં પિતાને દેવું થઇ ગયું. જેના કારણે ઘરની સ્થિતિ કથળી. ગમનને ભણાવવા પણ મુશ્કેલ હતા.ઘરની આ સ્થિતિમાં ભણવામાં મન ન લાગતા તે ધોરણ 10 માં ફેઇલ થયા.પિતાના માથે વઘારે બોજ ન આવે એ માટે નોકરી અથવા તો ધંધો કરવાનું વિચાર્યું. આ માટે ગમનનો પરિવાર અમદાવાદ રહેવા આવ્યો.
જ્યાં તેમણે 5 વર્ષ ફાઈનાન્સની ઓફિસમાં અને ડ્રાઈવર તરીકે નોકરી કરી.જેમાં 3 હજાર રૂપિયા મળતા હતા.પરિવારની સ્થિતિ હજુ સ્થિર થઇ જ રહી હતી ત્યાં તેમના પિતાનું નિધન થયું.અમદાવાદ જેવા શહેરમાં રહેવું કપરું હોય ગમન પરિવાર સાથે પોતાના ગામ સાંથલ આવી ગયા.આમ તો રબારીના દિકરાને રેગડી ગાતા આવડતી જ હોય પરંતુ ગમને તેને સારી રીતે ગાવાનું શીખવાની શરૂઆત કરી.
ધીરે-ધીરે રેગડી પર પકડ આવતા તેમણે ગામડે-ગામડે જઇને રેગડી ગાવાની શરૂઆત કરી.બાદમાં ગરબા શીખ્યા અને આજે ગુજરાતના ગાયકોનું એક જાણીતું નામ બની ગયા. આ રીતે ગમન સાંથલ બન્યા ગમન ભુવાજી.
ગમનના મોસાળમાં દિપેશ્વરી માતાજીનું મંદિર છે. મોસાળમાં તેની સાર-સંભાળ રાખનારું કે પૂજા કરનારું કોઇ ન હતું. તેવામાં તેમને થયું કે મારે માતાજીની સેવા કરવી જોઇએ અને પૂજા કરવી જોઇએ.
ધીરે-ધીરે માતાજી પ્રત્યે શ્રદ્ધા જાગી. ગમનની ઉંમર ઘણી નાની હતી ત્યારે માતાજીની જાતરમાં તે રેગડી ગાવા જતા હતા.ગમનને રેગડી ગાતા જોઇને તેમના ગામે વિચાર્યું કે આપણે તેને બેસાડીએ અને જોઇએ કે દિપેશ્વરી માતાજી પ્રગટ થાય છે કે નહીં.
ગમને બેસાડવામાં આવતા જ માતાજી આવ્યા અને ઘૂણવા લાગ્યા.માતાજીએ બધાના પ્રશ્નોના જવાબ આપ્યા.બસ ત્યારથી ગમન ધૂણે છે અને ગમન સાંથલ ત્યારથી ગમન ભુવાજી તરીકે પણ ઓળખાય છે.
1600 થી વધારે ટાઇટલ છે ગમનના નામે એક ઇન્ટરવ્યુમાં ગમને જણાવ્યું હતું કે જ્યારે ગુજરાતના સંગીતમાં બેવફા સનેડો ધૂમ મચાવી રહ્યાં હતા ત્યારે સૌપ્રથમ હાલરિયું બનાવ્યું હતું.
તેમણે ગાયેલા અનેક ગીતો અને હાલરિયા લગ્નપ્રસંગો અને ધાર્મિક પ્રસંગોમાં ગવાય છે.તેમના 1600 થી વધારે ટાઇટલ છે.જેમાં માવતરના ઘણા ટાઇટલ છે.તેમણે ક્યારેય કોઇ વ્યક્તિ માટે ગીત નથી ગાયું.
પહેલીવાર સ્ટેજ પ્રોગ્રામ અંગે જણાવતા કહ્યું હતું કે કુળદેવી લાખણજીના પ્રોગ્રામમાં ગયા હતા ત્યારે લોકોએ સ્ટેજ પર આવીને ગાવાનો આગ્રહ કર્યો હતો ત્યારે ઘણી ગભરાટ થઇ હતી.
પણ એ સમયે 50 હજાર લોકોની સામે ગાયા પછી તેમણે સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું અને આજે તેમનું દિપોરામ કરીને ગરબાનું ગ્રૃપ પણ છે.