અંબાણી પરિવારની પુત્રવધુ બનશે ગુજરાતના આ ગામની દીકરી, મુકેશ અંબાણીના વેવાઈ પાસે પણ છે કરોડો રૂપિયા…
નીતા અંબાણી અને મુકેશ અંબાણીના પરિવારમાં ખુશીનો માહોલ છે. તાજેતરમાં નીતા અને મુકેશ અંબાણીની પુત્રી ઈશા તેના જોડિયા બાળકો સાથે ભારત આવ્યા હતા.
બીજી તરફ હવે તેમના સૌથી નાના પુત્ર અનંતની રાજસ્થાનમાં ખૂબ જ સુંદર રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ થઈ છે.
આ દરમિયાન અંબાણી પરિવારે એન્ટિલિયામાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ પહોંચ્યા હતા. પાર્ટીમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે હાજરી આપી હતી.
‘બ્રહ્માસ્ત્ર’ની આ જોડી સાથે ફિલ્મ મેકર અયાન મુખર્જી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન રણબીર બ્લેક કુર્તા પાયજામા અને નેહરુ જેકેટમાં હેન્ડસમ લાગતો હતો.
જ્યારે આલિયાએ શરારા પહેર્યો હતો. બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન તેની મેનેજર પૂજા દદલાની સાથે પહોંચ્યા હતા. આ પાર્ટીમાં બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાને પણ હાજરી આપી હતી.