અંબાણી પરિવારે શ્લોકા મહેતાને આપ્યો એટલો કિંમતી હાર કે કિંમત જાણીને હોશ ઉડી જશે…ઝીરો ગણતા ગણતા આવી જશે ચક્કર…
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ વહૂ શ્લોકા મહેતાને વિશ્વનો સૌથી મોંઘો હાર ભેટ આપ્યો છે. આ નેકલેસની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો.
વહૂ શ્લોકા મહેતાને વિશ્વનો સૌથી મોંઘો હાર ભેટ આપ્યો.
આ નેકલેસમાં વિશ્વના સૌથી મોંઘા ડાયમંડ જડવામાં આવ્યા છે.
મુકેશ અંબાણી વિશ્વના ધનાઢ્ય પરિવારમાંથી એક છે અને ખૂબ જ લક્ઝુરિઅસ જીવન જીવે છે. અંબાણી ફેમિલીના ફંક્શન, પાર્ટી તથા અન્ય ઈવેન્ટ્સ પર તમામ લોકોની નજર રહે છે. અંબાણી પરિવારની વહૂ શ્લાકા મહેતાનો નેકલેસ ચર્ચાનો વિષય બની ગયો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ વહૂ શ્લોકા મહેતાને વિશ્વનો સૌથી મોંઘો હાર ભેટ આપ્યો છે.
આ નેકલેસની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો. નીતા અંબાણીએ અને મુકેશ અંબાણીએ આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાને વિશ્વનો સૌથી કિંમતી નેકલેસ આપ્યો છે. આ નેકલેસની કિંમત 2-4 કરોડ નહીં પરંતુ, 450 કરોડ કરતા પણ વધુ છે.
450 કરોડ કરતા પણ વધુ કિંમતનો નેકલેસ
તમે વિચારી રહ્યા હશો કે, આ નેકલેસમાં એવી કઈ ખાસ વસ્તુ છે કે, આ નેકલેસની કિંમત આટલી બધી છે. આ નેકલેસમાં વિશ્વના સૌથી મોટા ઈન્ટરનલી ફ્લોલેસ હીરા જડેલ છે. આ હારની કિંમત 450 કરોડ કરતા પણ વધુ છે. લેબનાની જ્વેલર મૌવાડે આ નેકલેસ બનાવ્યો હતો. જેને L’Incomparable કહેવામાં આવે છે. આ નેકલેસમાં વિશ્વના સૌથી મોટા ઈન્ટરનલી ફ્લોલેસ ડાયમંડ લગાવવામાં આવ્યા છે.
વિશ્વનો સૌથી કિંમતી નેકલેસ
શ્લોકા મહેતાના નેકલેસમાં 91 ડાયમંડ લગાવવામાં આવ્યા છે, 200 કેરેટ કરતા વધુના છે. આ હીરાને કારણે નેકલેસને અલગ યુનિક લૂક મળે છે. શ્લોકાના હારની ડિઝાઈન કે કોપી બિલકુલ પણ નહીં બનાવી શકાય અને રિડિઝાઈન પણ નહીં કરી શકાય. આ કારણોસર અંબાણી પરિવારની આ એન્ટીક જ્વેલરી છે.
કરોડોની ઘડિયાળ અને પર્સ
અંબાણી પરિવાર લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે ખૂબ જ ફેમસ છે. પાર્ટીમાં તેમના કપડા, ઘડિયાળ, પર્સ અને ઘરેણાંની ખૂબ જ ચર્ચા કરવામાં આવે છે. નીતા મુકેશ અંબાણીએ કલ્ચરલ સેન્ટરની ઈવેન્ટમાં અનંત અંબાણી અને તેમના ફિયોન્સ રાધિકા મરચન્ટ ચર્ચાનો વિષય બની ગયા હતા. રાધિકા મરચન્ટે ડ્રેસની સાથે એક નાનું પર્સ પણ રાખ્યું હતું.
આ પર્સની કિંમત 2 કરોડ જણાવવામાં આવી રહી હતી. અનંત અંબાણી 18 કરોડની ઘડિયાળ પહેરીને આવ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મરચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.