Ambalal Patel : ગુજરાતના 16 થી વધુ જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી, જોરદાર પવન પણ ફૂંકાશે..

Ambalal Patel : ગુજરાતના 16 થી વધુ જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી, જોરદાર પવન પણ ફૂંકાશે..

Ambalal Patel : અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આવતીકાલથી 26 એપ્રિલથી થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ એક આગાહી કરી છે.

Ambalal Patel : અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આવતીકાલથી 26 એપ્રિલથી થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ એક આગાહી કરી છે.
Ambalal Patel : રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી આવી છે. એક ઇન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભર ઉનાળે વાદળો બંધાયા છે અને વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.અશોક કુમારે દાસે માહિતી આપતા જણાવ્યુ, આજે ગુજરાતમાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી છે.
Ambalal Patel : જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલમાં વરસાદની આગાહી છે. તો દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત જામનગર, દ્વારકા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે.

Ambalal Patel : તેમણે વધુમાં કહ્યું કે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા સામાન્ય વરસાદ રહેશે. ગઈકાલે અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો રાજ્યમાં પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે.

Ambalal Patel
Ambalal Patel

અંબાલાલ પટેલની નવી આગાહી 

Ambalal Patel : અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રી રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી ૪૧ ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે. તો કચ્છમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી તાપમાન રહેશે.

આ પણ વાંચો: Diabetes : ડાયાબિટીસમાં તરબૂચ ખાવાથી નુકસાન ? જાણો બ્લડ શુગર પર થતી અસર વિશે

જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં ૩૮ થી ૪૦ ડિગ્રીએ પહોંચી જશે. તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે. આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે. મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે. દેશના ઘણા ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે. જેથી ગરમીનો પારો ફરી નીચે જશે.

Ambalal Patel
Ambalal Patel

આંધી સાથે વરસાદ આવશે 

Ambalal Patel : અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.

Ambalal Patel
Ambalal Patel

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *