Ambalal Patel : આ તો ટ્રેલર છે, અસલી ગરમી તો આ દિવસથી પડશે અંબાલાલ પટેલની આગાહી છે ભયંકર

Ambalal Patel : આ તો ટ્રેલર છે, અસલી ગરમી તો આ દિવસથી પડશે અંબાલાલ પટેલની આગાહી છે ભયંકર

Ambalal Patel : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ સપ્તાહથી જ ગરમીની શરૂઆત થઈ જશે. પરંતુ તેમણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે તેવી આગાહી પણ કરી છે .

Ambalal Patel : હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમી પવન ફૂંકાઇ રહ્યા છે. જેથી વાતાવરણમાં અચાનક ઠંડી અનુભવાઈ રહી છે. પરંતુ ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે. ગુજરાતમાં આ અઠવાડિયાથી જ ગરમીના દિવસો આવી જશે. આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હજી તો ફેબ્રુઆરી મહિનો છે, પરંતું એપ્રિલ, મે અને જુન મહિનો ગુજરાત માટે આકરો બની રહે છે. આમાં ગરમીનો પારો એટલો વધી જતો હોય છે કે લોકો કાળઝાળ ગરમીમાં શેકાય છે.

ત્યારે આ વર્ષે કેવી ગરમી રહેશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

Ambalal Patel
Ambalal Patel

આ પણ વાંચો : Shree Lakshmi-Ganesh સાથે જોડાયેલો આ ટોટકો બનાવશે માલામાલ, દીવો પ્રગટાવી નાખો આ એક વસ્તુ…

Ambalal Patel : તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે.

Ambalal Patel : અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 19-24 ફેરબુઆરીથી જ ગરમી શરુ થઇ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે. આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે.

26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. 11 મેથી કાળઝાડ ગરમી પડશે.

Ambalal Patel
Ambalal Patel

Ambalal Patel : તો તેમણે આગળ કહ્યું કે, મે મહિનામાં બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. જો કે રાહતના સમાચાર એ છે કે, ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસુ સારું રહેશએ. અન નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસુ સારું જવાની ધારણા છે.

આ પણ વાંચો : Gupta Navratri : આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી 9 દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ..

ભારત પ્રવાસે આવેલી ફેમસ ટેનિસ સ્ટારે સ્વચ્છતાની ધૂળ કાઢી, કહ્યું-હવે ફરી નહિ આવું

Ambalal Patel : તો આ ફેબ્રુઆરીનો મહિનો કેરીના પાક માટે નુકશાનકારક હોવાનું આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે. તેમણે કહ્યું કે, સૂર્યનું રાશિ બ્રહ્મણ કુંભ રાશિમાં સાયન મીન રાશિમાં અને ગ્રહો જળ દાયક નક્ષત્રમાં હોતા માર્ચની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેશે. જેના કારણે આંબાના મોર ખરી પડે તેવી શક્યતા છે. પવનની ગતિ 15-24 km/h ની રહી શકે છે. જીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા છે. ઉભા કૃષિ પાકો વળી જવાની શક્યતા છે. આવામાં ખેડૂતોએ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે.

Ambalal Patel
Ambalal Patel

MORE ARTICLE : Bhimanath Mahadev : ગુજરાતમાં આવેલી છે સહદેવે મોક્ષ અપાવ્યો હતો તે જગ્યા,અહીંનું શિવલિંગ હતું અપૂજ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *