અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી! કહ્યું કે આગામી 36 કલાકમાં આ ક્ષેત્રોમાં ભારે વરસાદ થશે, જાણો ક્યાં…

અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી! કહ્યું કે આગામી 36 કલાકમાં આ ક્ષેત્રોમાં ભારે વરસાદ થશે, જાણો ક્યાં…

હાલમાં જ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ અનેક શહેરોમાં વરાપ આપ્યો છે, ત્યારે હાલમાં ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે, તેમના જણાવ્યા અનુસાર આગામી 36 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ થશે. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે આખરે ક્યાં ક્યાં ક્ષેત્રમાં વરસાદ થશે?

અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 14 જૂલાઈ આસપાસ બંગાળના ઉપસાગર હળવું દબાણ ઉભુ થશે, આ સાથે 23 જૂલાઈએ પણ હવાનું હળવું દબાણ ઉભું થશે. જેથી તા. 16, 17, 18, 19, 20 જુલાઈ ઉત્તર ભારતમાં ભારે વરસાદ થશે આ સાથે 25 થી 30 જૂલાઈ દેશના અનેક ભાગોમા વરસાદ થશે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે મોરબી, રાજકોટ, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, મહેસાણા, ધોળકા, ધંધુકા, બોટાદ, બગોદરામાં વરસાદની સંભાવના છે.

આગામી 36 કલાકમાં વડોદરા, આણંદ, સાવલી, કરજણ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ગોધરામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *