Ambalal Patel : રાજ્યમાં હીટવેવ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયુ યલો એલર્ટ

Ambalal Patel : રાજ્યમાં હીટવેવ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયુ યલો એલર્ટ

Ambalal Patel : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થશે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આગામી 2 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે હીટવેવ પછી કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થશે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આગામી 2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ પણ વાંચો  : UPSC Success Story : માતા મનરેગા મજૂર, પિતા ગામમાં પૂજારી, પુત્રએ UPSC ક્રેક કરીને વધાર્યું ગૌરવ…

Ambalal Patel : આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 તારીખે ડાંગમાં આગાહી કરવામાં આવી છે. 12 અને 13 તારીખે છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવે છે. ગુજરાતમાં 11, 12 અને 23 મે ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Ambalal Patel  ચોમાસુ વહેલુ આવવાની સંભાવના

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.10 થી 14 મે વચ્ચે ગુજરાતભરમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વાવાઝોડા અને વંટોળ સાથે વરસાદ વરસે તેવી આગાહી કરી છે.આ સમય દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે અનુમાન કરતા જણાવ્યુ છે કે કૃતિકા નક્ષત્રમાં જો વરસાદ થાય તો ચોમાસું સારુ રહેશે.

હીટવેવની આગાહી

Ambalal Patel : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હાલ ચાલી રહેલા હીટવેવ અંગે આપી માહિતી. હાલ હીટવેવને કારણે સામાન્ય કરતા બે ડિગ્રી સેલ્સિયસ ઉંચુ તાપમાન જોવા મળી રહ્યું છે. રાજ્યના કેટલાક શહેરોમાં 9 મેના રોજ તાપમાનમાં જરા પણ ઘટાડો નહીં થાય.સામાન્ય પવન અને ઊંચા તાપમાનને કારણે આ દરમિયાન આગામી બે-ત્રણ દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વંટોળ અને ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળશે.

વધુ ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાતા માવઠાંની સંભાવના છે.14 મે સુધી પ્રિ મોન્સુન એક્ટિવટીને કારણે વરસાદી ઝાપટાની આગાહી. વધુ ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાતા માવઠાંની સંભાવના છે. 14 મે સુધી પ્રિ મોન્સુન એક્ટિવટીને કારણે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે મહત્તમ તાપમાન

Ambalal Patel : હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરામાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. રાજકોટ અને ભાવનગરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદરમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. પાલનપુરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

more article : Pension Schemes: આ 5 સરકારી યોજનાઓ બની શકે છે તમારા ઘડપણની લાકડી!..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *