Ambaji : જન્મદિવસ હોય કે લગ્નતિથિ, હવે શુભપ્રસંગે ઘરે આવશે અંબાજીનો પ્રસાદ, અંબાજી ટ્રસ્ટે શરૂ કરી આ સુવિધા..
Ambaji : હવે શુભ પ્રસંગે ઘરે મંગાવી શકાશે અંબાજીનો પ્રસાદ. જન્મદિવસ કે લગ્નતિથિ જેવા પ્રસંગે ઘરે પહોંચશે માતાનો આશીર્વાદ. ઓનલાઈન પ્રસાદનો ઓર્ડર કરાવી શકાશે બુક.
Ambaji : યાત્રાધામ અંબાજી એક વિશ્વવિખ્યાત શક્તિપીઠ મનાય છે જે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા આ જગત જનની માં અંબેના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે અને ખાસ કરીને અંબાજી આવતા ભક્તો માતાજીના મોહનથાળનો પ્રસાદ લેવાનું ચુકતા નથી.
અંબાજી મંદિરનો મોહનથાળ પણ જગવિખ્યાત બન્યું છે, ત્યારે શ્રદ્ધાળુઓ ને ઘરે બેઠા પ્રસાદ મળી રહે તે માટે અંબાજી મંદિરે ઓનલાઇન પ્રસાદ ની વ્યવસ્થા કરેલી છે અને તેમાં પણ હવે અંબાજી મંદિર વ્યવસ્થાપન કમિટી દ્વારા શ્રદ્ધાળુઓના જન્મ દિવસ કે લગ્ન તિથિ હોય કે પછી અન્ય કોઈ સારા પ્રસંગે જે તે તારીખે પ્રસાદ મંગાવા ઇચ્છતા હોય તેના માટે પણ અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Health Tips : 50 વર્ષે પણ દેખાવું હોય 30 જેવું તો આ સફેદ વસ્તુ ખાવાનું શરુ કરો, જુવાની જાશે જ નહીં ક્યારેય..
યાત્રિકોએ પોતાના સ્થળેથી જે તે શુભ પ્રસંગની તારીખ સાથે મંદિરની વેબ સાઈટ ઉપર ઓનલાઇન પ્રસાદ બુક કરવાનું રહેશે. ઓછામાં ઓછા ચાર પેકેટ એટલે કે રૂપિયા 100ના ગુણાંકમાં મોહનથાળ અથવા ચીકીના પ્રસાદનો ઓર્ડર કરવાનો રહેશે.
આ પણ વાંચો : Jyotish Shastra : નિયમિત રીતે રવિવારે કરો આ કામ, ઈચ્છાપૂર્તિ સાથે ધન-દોલતમાં પણ થશે વધારો….
ખાસ કરીને અંબાજી મંદિર વ્યવસ્થાપન કમિટી દ્વારા યાત્રિકો પાસેથી કોઈ પણ જાતના ડીલેવરી ચાર્જ લેવાતો નથી ને જે પ્રસાદ મંગાવાનો છે તેની મૂળ કિંમતમાં જ તેને ગુજરાત કે પછી દેશ સહીત વિદેશમાં પણ પ્રસાદ મોકલવાની વ્યવસ્થા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જેથી શ્રદ્ધાળુઓને પોતાના શુભ પ્રસંગે પણ માં અંબેનો પ્રસાદ મળી રહેશે.
more article : Astro Tips : નોકરી અને બિઝનેસમાં સફળ થવા અજમાવો આ જ્યોતિષ ઉપાયો, ખુલી જશે કિસ્મતના દ્વાર