Ambaji mandir : શક્તિપીઠ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું..

Ambaji mandir : શક્તિપીઠ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું..

શક્તિભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનના સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. ત્યારે Ambaji mandirમાં ભાદરવી મેળો, નવરાત્રી, દિવાળી અને વેકેશન જેવા પર્વમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

Ambaji mandir
Ambaji mandir

આજે PM નરેન્દ્ર મોદી મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે Ambaji mandirને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. PM નરેન્દ્ર મોદી અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ચીખલા ખાતે હેલીપેડ પર ઉતરીને મોટર માર્ગે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવવાના છે ત્યારે અંબાજી મંદિર પરિસરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Akshar Mandir : ગોંડલ અક્ષર મંદિરમાં મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના ૨૩૯મા અક્ષર જન્મોત્સવની ઉજવણી

Ambaji mandir
Ambaji mandir

અંબાજી ચીખલાથી અંબાજી ધામ, Ambaji mandir પરિસર સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જગ્યા જગ્યા ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર તરફથી અંબાજીના માર્ગો ઉપર સફાઈ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે અને જગ્યા જગ્યા પર ગંદકી ન ફેલાય તે માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.

Ambaji mandir
Ambaji mandir

અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ચીખલા હેલીપેડ ખાતે ઉતરીને મોટર માર્ગે Ambaji mandirમાં દર્શન કરવા જશે. અંબાજી મંદિરમાં પણ એસપીજી દ્વારા સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક કરવામાં આવી છે. અંબાજી મંદિર માં જગ્યા જગ્યા ઉપર ફૂલોનો શણગાર જોવા મળી રહ્યો છે રંગોલી જોવા મળી રહી છે.

વિશ્વના સૌથી મોટા શ્રી યંત્રનું PM લોકાર્પણ કરશે

શક્તિપીઠ Ambaji mandirમાં PM નરેન્દ્ર મોદી માતાજીના દર્શન કરવા આવશે ત્યારે અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં રખાયેલાશ્રી યંત્રનું લોકાર્પણ કરશે. 1 કરોડના ખર્ચે બનેલા શ્રીયંત્ર ને જય ભોલે ગ્રુપ દ્વારા 4 મહિનાના સમયમાં બનાવવામાં આવ્યું છે.

more article : Ambaji mandir માં પ્રક્ષાલન વિધિ પૂર્ણ; જાણો આ વિધી પાછળનું રહસ્ય, ફરી દર્શન આરતીનો સમય બદલાયો

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *