ગિરનાર પર્વત પર માં અંબે આજે પણ હાજરા હજુર બિરાજમાન છે, માતાજીના દર્શન માત્રથી જ ભક્તોની મનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ગુજરાતમાં મિત્રો ઘણા બધા નાના મોટા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, દર્શન કરવાથી જ ભક્તોના જીવનમાં આવતા બધા દુઃખો દૂર થાય છે, આજે આપણે એક તેવા જ અંબાજી મંદિર વિષે વાત કરીશું, અંબાજી માતાજીનું આ મંદિર જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલું છે.
સૌરાષ્ટ્રની ધરતી પર ઘણા બધા સાધુ સંતો થઇ ગયા છે તેથી આ ધરતીને પવિત્ર ધરતી માનવામાં આવે છે. જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત વિષે તો બધા લોકો જાણતા જ હશે, ગિરનાર પર ૮૬૬ નાના મોટા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. ગિરનાર પર્વત પર આજે પણ માં અંબે હાજરા હજુર બિરાજમાન છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે.
દર્શન કરીને ઘણા ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરતા હોય છે. માં અંબે ગિરનાર પર્વતની ટોચ પર સાક્ષાત બિરાજમાન છે, માં અંબેનું આ મંદિર ૧૩ મી સદીનું છે, ગિરનાર પર્વત પર આવેલું માતાજીનું આ મંદિર સોલંકી વંશજ રાજાના મુખ્ય મંત્રી વાસ્તુપાલે બંધાવ્યું હતું. અહીં દર્શન કરવા માટે જતા ભક્તોને ચાલીને જતા ચાર કલાક જેટલો સમય લાગે છે.
તેથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઘણે દૂરથી મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, આ મંદિર વિષે એવું માનવામાં આવે છે કે દર્શન માત્રથી જ ભક્તોના મનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી ભક્તો માતાજીના દર્શન કરીને તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરતા હોય છે.