Amba Maa : બરવાળા શહેરની મધ્યમાં બિરાજે છે મા અંબા, મુસ્લિમ બિરાદરોની પણ આસ્થા અતૂટ, માડીના પરચા અપાર……

Amba Maa : બરવાળા શહેરની મધ્યમાં બિરાજે છે મા અંબા, મુસ્લિમ બિરાદરોની પણ આસ્થા અતૂટ, માડીના પરચા અપાર……

Amba Maa : બોટાદ જિલ્લાના બરવાળા શહેરની મધ્યે અંબાજી મંદિર આવેલું છે. માતાજીના મંદિર સાથે શહેરીજનોની તેમજ આસપાસના ગામોના લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. બરવાળા શહેરની મધ્યમાં અંબાજી માતાજીનુ મંદિર આવેલુ છે. બરવાળાના શહેરીજનો પહેલા અંબાજી માતાના દર્શન કરે છે પછી જ પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે. શહેરીજનો અને આસપાસના ગામવાસીઓની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે માં અંબાનુ મંદિર. બોટાદ જિલ્લાના બરવાળા શહેરની મધ્યે અંબાજી મંદિર આવેલું છે. માતાજીના મંદિર સાથે શહેરીજનોની તેમજ આસપાસના ગામોના લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. મંદિરે અઢારેય જ્ઞાતિ ના લોકો દરરોજ માતાજીના શરણે માથું નમાવી માતાજીના દર્શન કરીને જ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે.

Amba Maa બરવાળા શહેરની મધ્યમાં અંબાજી માતાજીનુ મંદિર

Amba Maa : નવરાત્રીમાં અંબાજીમાતાના દર્શન કરવા દૂરદૂરથી દર્શનાર્થીઓ મંદિરે આવે છે.શ્રદ્ધાથી કોઈપણ માણસ માતાજીને પાર્થના કરે તો તેની પ્રાર્થનાનો સ્વીકાર કરી માં અંબા તેને આશીર્વાદ આપે છે. બરવાળાના કેટલાય મુસ્લિમો પણ માતાજીમા અતૂટ શ્રધ્ધા રાખે છે અને માતાજીના દર્શને આવે છે માતાજીનુ મંદિર શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સાથે કોમી એખલાસતાનુ પણ કેન્દ્ર છે.

આ પણ વાંચો  : Rashifal : 3 દિવસ બાદ આ રાશિવાળાની જીંદગીમાં આવશે મોટો બદલાવ, મળશે ઢગલો રૂપિયા

અંબાજીના દર્શન બાદ ધંધા રોજગાર શરૂ કરે છે શહેરીજનો

Amba Maa : બરવાળા શહેર વતની વણીક વ્રજલાલ પોપટલાલ બાબરીયા ધંધા માટે મુંબઈ ગયા તે સમયે અંબાજી માતાને તેમણે પ્રાર્થના કરી સંકલ્પ કર્યો હતો કે મારા ધંધામાં વિકાસ થશે ત્યારે બરવાળામાં ભવ્ય મંદિર બનાવીશ અને સમય જતા ધંધામાં વિકાસ થયો ત્યારે વ્રજલાલભાઈએ તેમના દિકરા અને પરીવારને પોતાના સંકલ્પ વિશે વાત કરતાં તેમના પરીવારજનોએ મંદિર બનાવવાનું નક્કી કર્યું અને 10મી જુલાઈ 2001મા મંદિરની સ્થાપના કરી અને આજે ભવ્ય મંદિર બન્યું છે જે અંબાજી ધામ તરીકે ઓળખાય છે.

બરવાળામાં આવેલા અંબાજી મંદિર મા પ્રથમ માતાજીની મૂર્તિના દર્શન કરો એટલે આબેહૂબ માતાજીના દર્શન કર્યા હોય તેવો અહેસાસ થાય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પારેવાને જુવાર, દર વર્ષે ઉનાળામાં મફત છાશ વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

પરીવારજનોએ મંદિર બનાવવાનું નક્કી કર્યું

Amba Maa : બરવાળા શહેરમાં આવેલ અંબાજી મંદિરની ખાસ વિશેષતા એ છે કે નવરાત્રી મા દરેક માતાજીના મંદિરે ગરબાની રમઝટ બોલતી હોય છે અને નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે અંબાજી મંદિરે નવરાત્રીમાં ગરબા યોજાતા નથી. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી અલગ અલગ પ્રકારના લાઈટ ડેકોરેશન, અલગ અલગ ધાર્મિક ફ્લોટો, પાવાગઢ ડુંગરની કૃતિ બનાવવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો નવ દિવસ સુધી ડેકોરેશન અને માતાજીના દર્શન કરવા આવતા હોય છે. બોટાદ જિલ્લાના બરવાળા શહેરની મધ્યમાં આવેલ અંબાજી મંદિર એટલે અંબાજી ધામ કે જ્યાં બરવાળા ના શહેરીજનો તેમજ આસપાસના ગામોના લોકોનો માતાજી પર અતુટ શ્રધ્ધા ધરાવે છે અને જેથી તમામ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

more article : Shani Jayanti : શનિ જયંતિ પર આ રીતે શનિદેવને પ્રસન્ન કરી શકાય છે, તમને મળશે આશીર્વાદ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *