Amalaki Ekadashi : આમલકી એકાદશી એટલે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનું વ્રત, જાણો આ દિવસે કયા મંત્રોનો જાપ નીવડશે ફળદાયી..

Amalaki Ekadashi : આમલકી એકાદશી એટલે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનું વ્રત, જાણો આ દિવસે કયા મંત્રોનો જાપ નીવડશે ફળદાયી..

Amalaki Ekadashi : બધી એકાદશીની જેમ આમલકી એકાદશી પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે આંબળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્યક્તિને સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વ્રત કરવાના અમુક નિયમ છે જેને ધ્યાનમાં રાખવા ખાસ જરૂરી છે.

Amalaki Ekadashi : હિંદૂ ધર્મમાં એકાદશી તિથિનું ખાસ મહત્વ હોય છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં આવનાર એકાદશી બધી એકાદશીથી અલગ અને ખાસ હોય છે કારણ કે આ એકમાત્ર એકાદશી છે જેના પર ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.

Amalaki Ekadashi : આ દિવસે ભોલેનાથ માતા પાર્વતીને કાશી લઈને ગયા હતા. ભોલેનાથના કાશી આવવાની ખુશીમાં લોકોએ તેમના પર ફૂલોની વરસાદ કર્યો અને રંગ, ગુલાલ લગાવ્યું હતું. માટે કાશી અને અમુક જગ્યાઓ પર તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે.

ક્યારે છે આમલકી એકાદશી?

હિંદૂ પંચાંગ અનુસાર આમલકી એકાદશીનું વ્રત ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીએ રાખવામાં આવે છે. જે આ વર્ષે 20 માર્ચે છે. આ દિવસે વિધિવત રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને વ્રત કરવામાં આવે છે. એવામાં જાણો આમલકી એકાદશીના દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ.

Amalaki Ekadashi
Amalaki Ekadashi

આ પણ વાંચો : Botad Accident : બોટાદના કુંભારા ગામે પીકઅપ વાને પલટી મારતા 2ના મોત, 25 લોકો ઇજાગ્રસ્ત..

આમલકી એકાદશી વ્રતમાં શું ખાવું જોઈએ?

  • આમલકી એકાદશીના દિવસે આંમળાથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ. આ દિવસે આંમળાનું સેવન કરવાથી વ્યક્તિને અક્ષય ફળોની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે જ સ્વાસ્થ્ય સાથે સંબંધિ મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે.
  • આમલકી એકાદશીના દિવસે કોળાનું સેવન જરૂર કરવું જોઈએ. માન્યતા છે કે એવું કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
  • આમલકી એકાદશીના દિવસે શક્કરીયાનું સેવન કરવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. માટે આ દિવસે આમલકી એકાદશી પર શક્કરીયાનું સેવન કરો.
  • આમલકી એકાદશીના દિવસે નારિયેળનું સેવન જરૂર કરવું જોઈએ. એવી માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
  • આમલકી એકાદશીના દિવસે સાબુદાણા ખાવાથી પણ લાભ થાય છે. જો આમલકી એકાદશીના દિવસે તમે ભોજન બનાવી રહ્યા છો તો તે આંમળાના ઝાડની નીચે બેસીને બનાવીને ખાવું જોઈએ. કહેવાય છે કે તેનાથી બેગણા ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
Amalaki Ekadashi
Amalaki Ekadashi

આમલકી એકાદશીના દિવસે શું ન ખાવું જોઈએ?

  • આમલકી એકાદશીના દિવસે માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે તેનાથી અશુભ પરિણામ મળી શકે છે. આમલકી એકાદશીના દિવસે ડુંગળી, લસણ અને મસૂર દાળનું સેવન ન કરવું જોઈએ.
  • આમલકી એકાદશીના દિવસે શલજમ, કોબી અને પાલક ન ખાવા જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી નુકસાન થઈ શકે છે.
  • આમલકી એકાદશીના દિવસે મીઠા પાનનું સેવન ન કરવું જોઈએ. એવું કરવાથી વ્યક્તિને શુભ પરિણામ નથી મળતા.

આ પણ વાંચો : Health Tips : સાંધાના દુખાવા હોય તેણે આ 5 વસ્તુઓ ખાવાનું વિચારવું પણ નહીં, ખાશો તો પકડી લેશો ખાટલો..

આમલકી એકાદશી પર આ મંત્રોનો કરો જાપ

આમલકી એકાદશીના દિવસે આંમળાના ઝાડની પૂજા કરતી વખતે આ મંત્રોનો જાપ જરૂર કરો.

ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।।

ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान। यस्य स्मरेण मात्रेण ह्रतं नष्टं च लभ्यते।।

Amalaki Ekadashi
Amalaki Ekadashi

 

MORE ARTICLE : Investments : રોકાણ કરવા અને દર મહિને સારી આવક મેળવવા માટે સૌથી શ્રેષ્ઠ કહેવાય છે આ 4 વિકલ્પો..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *