અમદાવાદ પોલીસે સમયસર CPR આપી બંધ પડેલા હ્રદયને ફરી ચાલુ કરી યુવકને નવું જીવનદાન આપ્યું.

અમદાવાદ પોલીસે સમયસર CPR આપી બંધ પડેલા હ્રદયને ફરી ચાલુ કરી યુવકને નવું જીવનદાન આપ્યું.

દરેક લોકો પોલીસને જોતાની સાથે જ ભય કાયદો યાદ આવી જતો હોય છે.પરંતુ અમુક સમયે પોલીસનું અલગ જ સ્વરૂપ સામે આવતું હોય છે ત્યારે આજે અમે તમને એક એવા જ પોલીસ જવાનની વાત કરવાના છીએ.

જે અમદાવાદ પોલીસનું માનવતાનું સ્વરૂપ સામે આવ્યું છે.જેમાં એક વાહન ચાલાકનો અમદાવાદ પોલીસ જીવ બચાવે છે.જે ઘટના અંગે વધુ વાત કરીએ તો.અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રોજની જેમ પોલીસની પોતાની ફરજ નિભાવી રહી હતી.

ત્યારે સામેથી એક યુવક પોતાનું વાહન લઈને આવી રહ્યો હતો.ત્યારે વધુ ગરમીના કારણે યુવક અચાનક નીચે પડી જાય છે.જે જોતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચી જાય છે.અને તેમને જઝડપી સારવાર મળી રહે તે માટે ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી.પરંતુ યુવકની વધુ તબિયત લથડતા પોલીસએ CPR આપી જીવ બચાવે છે.

જે યુવકને CPR આપી જીવ બચાવવામાં આવ્યો હતો.જ્યાં સુધી ૧૦૮ આવી ન હતી ત્યાં સુધી યુવકએ CPR આપવાનો ચાલુ જ રાખ્યો હતો.જે પોલીસ જવાનોને વર્ષ ૨૦૨૧ માં CPR ની તાલીમ આપવામાં આવી હતી.

જે તાલીમના આધારે આજે તેમને એક યુવકનો જીવ બચાવ્યો છે આજે દરેક લોકો પોલીસની આવી કામગીરીથી પોલીસની પ્રશંસા કરી રહ્યા છે.તે સાથે વાહન ચાલાક યુવક તૈયાર થઈને પોલીસનો આભાર માન્યો હતો.

સાથે તેમના પરિવારના લોકો પણ તેમનો આભાર માન્યો હતો પોલીસનો દરેક લોકોને ડર હોય છે પરંતુ પોલીસ દરેક લોકોની હર હંમેશા માટે મદદ કરતા હોય છે.જે દેશના નાગરિકોની ખુબજ સારી રીતે સેવા કરતા હોય છે આજે તે પોલીસ જવાનોને દરેક લોકો ખુબજ સારી પ્રશંસા કરી રહ્યા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *