અલ્પાબેન પટેલની વેસ્ટર્ન ડ્રેસમાં તસ્વીરો થઈ ગઈ વાઇરલ, આ તસ્વીરો જોઈને તમને પણ લાગી શકે છે નવાઈ…
હાલમાં વિદેશમા ગુજરાતી કલાકારોનો મેળો જોવા મળી રહ્યો છે. અમે આવું કહીએ છીએ કેમ કે એક પછી એક દરેક ગુજરાતી કલાકારો પોતાના જીવનસાથી સાથે વિદેશ પ્રવાસે ગયા છે તેણે સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.
એક તરફ જ્યાં કિંજલ દવે અને ગીતા રબારી રજાઓ માણવા વિદેશ ગયા છે, ત્યાં બીજી તરફ અલ્પા પટેલ પતિ સાથે હનીમૂન માણવા માટે અંદામાન નિકોબાર ગયા છે. અમે તમને જણાવ્યું હતું તેમ 9 નવેમ્બરના રોજ અલ્પા બહેને ઉદય ગજેરા સાથે સગાઇ કરી હતી. 17 ફેબ્રુઆરીના રોજ પવિત્ર અગ્નિની સાક્ષિએ અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે સાત ફેર લીધા હતા. લગ્ન બાદ અલ્પા પટેલ ઉદય ગજેરા સાથે અમદાવાદના નિકોલમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શને પણ ગયા હતા.
જે બાદ તેઓ હાલમાં અંદામાન નિકોબારમાં રજાઓ માણી રહ્યા છે અને ફેન્સ માટે ઘણી તસ્વીર પણ શેર કરી રહ્યા છે. જણાવી દઈએ કે અહીં આવ્યા બાદ તેમણે સેક્યુલર જેલની મુલાકાત લીધા પછી શહીદ સ્મારક ગ્યા હતા જેની અનેક તસ્વીર પણ સોશ્યલ મીડિયા પર જોવા મળી હતી.
જો વાત અલ્પા પટેલ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના નાના મુન્ઝીયાસર ગામમાં વર્ષ 1989માં થયો હતો. અલ્પા પટેલે ઘણી નાની ઉંમરમાં પિતાનો સાથ ગુમાવ્યો હતો. તેઓ માત્ર એક વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું.
અલ્પા પટેલના ઘરની સ્થિતિ ઘણી ખરાબ હતી. તેમની માતા તથા ભાઈ મજૂરી કામ કરતા હતા. નબળી આર્થિક પરિસ્થિતિના કારણે અલ્પા પટેલનો ઉછેર અને ભણતર તેમના મામાને ત્યાં થયું. અહીં તેમણે ધોરણ 12 અને તે બાદ PTCનો અભ્યાસ કર્યો.
જણાવી દઈએ કે અલ્પા પટેલને સંગીતનો વારસો પોતાના નાના તરફથી મળ્યો છે. તેમને સ્ટેજ પર ગાતા જોઈને અલ્પા પટેલ પણ આ દિશા તરફ આગળ વધ્યા અને પરિવારને આર્થિક મદદ કરવા માટે માત્ર 11 વર્ષની ઉંમરથી તેમણે ગાવાનું શરૂ કરી દીધુ. તેઓ શરૂઆતમાં ફક્ત 50 રૂપિયા જ ફી લેતા હતા અને હવે સમય બદલાયો છે. હાલમાં તેઓ 1 થી 1.25 લાખ રૂપિયા જેટલી ફી લે છે.