લોક ગાયિકા અલ્પાબેન પટેલ ની પરિવાર સાથે ની સુંદર તસવીરો…
ગુજરાત ના સુપ્રસિદ્ધ ગાયકો હંમેશા ચર્ચા માં રહેતા હોઈ છે હમણાં જ કિંજલ દવે ઉર્વશી રાદડિયા અને જીગ્નેશ કવિરાજ ની દુબઇ થી તસવીરો સામે આવી હતી ગીતા બેન રબારી usa ની મુલાકાતે હતા અને અલ્પા બેન પટેલ પણ આંદમાન નિકોબાર આઇલેન્ડ ફરવા ગયા હતા, હમણાં ફેબ્રુઆરી માં ઉદય ગજેરા સાથે લગ્ન બાદ અલ્પા બેન વેકેશન માણવા આઇલેન્ડ ગયા હતા
અલ્પા પટેલના લગ્ન એમના મૂળ વતન અમરેલીના બગસરાના નાના મુંજીયાસરમાં 17 ફેબ્રુઆરીના રોજ યોજાયા હતા.મહેંદી લઈને રિસેપ્શન સુધી એમ સતત ત્રણ દિવસ સુધી જલસો ચાલ્યો હતો. જેમાં ગુજરાતની ઘણી બધી નામાંકિત વ્યક્તિઓ એ હાજરી પુરાવી હતી. જે અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ હતી.
ગાયિકા અલ્પા પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે અને તેમાં ગરબા ની રમઝટ ની તસવીરો હાલ સામે આવી રહી છે અલ્પા બેન એ પોતાના એકાઉન્ટ પર થી ગરબા ની તસવીરો શેર કરી છે
અલ્પા બેન પટેલ એ ગરબા માં આછા લીલા કલર ની ચોલી પેહરી હતી જેમાં તેઓ ખુબ સુંદર દેખાતા હતા ગરબા માં અલ્પા બેન એ બે ઘડી પોતાના મધુર અવાજ માં ગીતો સંભળાવી મેહમાનો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેનો વિડિઓ નીચે છે
આ સિવાય અનેક ડાયરા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. દેવાયત ભાઈ ખવડ પણ ગરબા માં હાજર હતા અને તેમને પણ ગીત ગાયા હતા.તેમજ લગ્ન માં રાજભા,કિર્તીદાન ગઢવી,મનસુખ વસોયા ,સાઈરામ દવે,MLA જે વી કાકડિયા પણ હાજર રહ્યા હતા
ઉદય ગજેરા કે જેઓ હાલમાં અમદાવાદ ખાતે મ્યુન્સીપાલટીમાં ઓડિટ ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરી રહ્યા છે. તેઓ ના લગ્ન માં રાજકીય ક્ષેત્ર ની મોટી હસ્તીઓ પધારીં હતી
જેમાં પૂર્વ મીનીસ્ટર જયેશ ભાઈ રાદડિયા, ખોડલ ધામ ચેરમેન નરેશ ભાઈ પટેલ, ખોડલ ધામ ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી, બગસરા ના પૂર્વ ધારા સભ્ય લલિત ભાઈ કોટડીયા અને અન્ય કેટલાક રાજકીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
અલ્પાબેન પટેલની વાત કરીએ તો અલ્પાબેન પટેલએ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં પ્રખ્યાત કલાકારો માના એક કલાકાર છે. જેમને ખૂબ સંઘર્ષ અને મહેનત કરીને તેઓ આગળ આવ્યા છે.
તેઓ અમરેલીના એક નાનાં ગામડામાંથી આવેલા છે, તેમના પિતાનું નિધન નાનપણમાં જ થયું હતું છતાં પણ તેઓ હાર માન્યા નહીં, અને સંઘર્ષ અને મહેનત ચાલુ રાખી અને આજે તેઓ આ મુકામ પર પહોંચ્યા છે.
અલ્પા પટેલના નામે સતત 10 કલાક સુધી ગાવાનો રેકોર્ડ છે. હાલ અલ્પા પટેલ ડાયરા અને સંતવાણીના કાર્યક્રમમાં તગડી ફી વસુલે છે.વેકેશન બાદ ગય કાલ જ અલ્પાબેન પટેલ પાળ રાજકોટ માં લોક ડાયરો કર્યો હતો