1 વર્ષની ઉંમરમાં પિતા ગુમાવ્યા, પેટે પાટા બાંધી માતાએ ઉછેર કર્યો ને આજે એક ડાયરા માટે લાખો રૂપિયા લે છે અલ્પા પટેલ, જુઓ તસવીરો
ગુજરાતી કલ્ચરને આગળ વધારવામાં અનેક લોકકલારોનો ફાળો છે. જેમાં આગળ પડતું એક નામ એટલે અલ્પા પટેલ. આજે ગુજરાતભરમાં જાણીતા અલ્પા પટેલની જિંદગી ખૂબ સંઘર્ષ ભરેલી છે. 1 વર્ષની ઉંમરમાં પિતા ગુમાવ્યા બાદ ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. ભાઈ અને માતાએ મજૂરી કરી અલ્પા પટેલને ખૂબ સપોર્ટ કર્યો હતો. પહેલા પ્રોગ્રામમાં અલ્પા પટેલને માત્ર 50 રૂપિયા મળ્યા હતા. આજે અલ્પા પટેલ પર ડાયરામાં હજારો રૂપિયાનો વરસાદ થાય છે. આજે સંતવાણી અને ડાયરાના પ્રોગ્રામદીઠ 1થી 1.25 લાખની ફી લેતા અલ્પા પટેલના સંઘર્ષથી માંડીને સફળતા સુધીની અજાણી વાતો તમને જાણાવીએ.
સિંગર અલ્પા પટેલનો જન્મ વર્ષ 1989માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંઝીયાસર ગામમાં થયો હતો. અલ્પાપટેલ એક વર્ષના હતા અને તેમના પિતાનું અવસાન થયું હતું. નાની ઉંમરે તેમના પર મોટુ દુ:ખી આવી પડ્યું હતું. ઘરની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી.’
નબળી આર્થિક પરિસ્થિતિના કારણે અલ્પાના ભાઈ મહેન્દ્ર અને માતા મધુબેને મજૂરી કામ શરૂ કર્યું હતું. અલ્પાનો ઉછેર સુરત મામાને ઘરે થયો. મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ અલ્પાએ પીટીસીનો અભ્યાસ કર્યો હતો.
પિતાના અવસાન બાદ માતા અને ભાઈને મદદરૂપ થવા અલ્પા પટેલે નાની ઉંમરમાં સિંગગની શરૂઆત કરી હતી. અલ્પા પટેલ 11 વર્ષની ઉંમરમાં મામાના ઘરે સુરત રહેતા હતા ત્યારે ગાવાનો પહેલો મોકો મળ્યો હતો. સુરતમાં આ પોગ્રામ કરવાના અલ્પા પટેલને માત્ર 50 રૂપિયા મળ્યા હતા.
સંઘર્ષના દિવસોમાં અલ્પા પટેલ સવારે લગ્નગીત અને સાંજે ડાયરો એમ બે શિફ્ટમાં કામ કરતાં. મહિને પ્રોગ્રામમાં અલ્પા પટેલ ગાતા હતા. બાદમાં અલ્પા પટેલના કંઠના સૂર એવા રેલાયા કે તેઓ ગુજરાતભરમાં ફેમસ થઈ ગયા.
અલ્પાને નાના દ્વારા વારસામાં સંગીતના ગુણો મળ્યા છે. નાનાને સ્ટેજ પર પ્રોગ્રામમાં ગાતા જોઈને મોટી થયેલા અલ્પા પટેને સંગીત અને સિંગીગમાં વધુ રસ જાગતા ભાઈ અને માતાએ આગળ વધવા સપોર્ટ કર્યો હતો.
અલ્પા પટેલ સ્વભાવે આધ્યાત્મિક છે. તેમને ભક્તિમય વાતાવરણ પસંદ છે, જેથી તેઓ અવારનવાર સોમનાથની મુલાકાત લે છે.અલ્પા પટેલને મહિલા પ્રતિભા ગૌરવ પુરસ્તાર સહિત 50થી વધુ એવોર્ડ અને સન્માનપત્રો મળી ચૂક્યા છે.
આજે ડાયરા અને સંતવાણીના એક પ્રોગ્રામના અલ્પા પટેલ 1 લાખથી લઈને 1.25 લાખ રૂપિયાની ફી વસૂલે છે. ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મુંબઈ જેવા શહેરોમાં પણ સંખ્યાબંધ પ્રોગ્રામ કરનાર અલ્પાબેન પટેલના નામે સતત 10 કલાક ગાવાનો રેકોર્ડ છે.