ઉનાળાની ગરમીમાં થતી રફ, ડ્રાય અને ખરતા વાળની તમામ સમસ્યાનો 100% સટીક ઉપાય, વાળ રહેશે કુદરતી સિલ્કી, શાયની અને સુંદર…

ઉનાળાની ગરમીમાં થતી રફ, ડ્રાય અને ખરતા વાળની તમામ સમસ્યાનો 100% સટીક ઉપાય, વાળ રહેશે કુદરતી સિલ્કી, શાયની અને સુંદર…

લાંબા અને ભરાવદાર વાળ માટે યુવતીઓ બજારમાંથી અવનવા શેમ્પુ તેમજ અન્ય પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ આ ઉપચારથી કોઇ ઉકેલ આવતો નથી. પરંતુ ઘણાં એવા ઘરેલું ઉપચાર છે. જે અજવવાથી તમારા વાળા લાંબા અને ભરાવદાર થશે. તેમજ વાળ ખરતા પણ ઓછા થઇ જશે. તો ચાલો જોઇએ ઘણી એવી ઘરેલું ઉપચાર કઇ રીતે ખરતા વાળને રોકી શકાય છે.

ગાજરના રસને વાળની મૂળમાં લગાડવાથી વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ આવવા લાગશે. તેમજ ત્યાં ડુંગળીનો રસ લગાડવાથી વાળ ફરીથી આવશે.

ગાજરને પીસીને તેનો પેક બનાવી લો. આ પેકને માથા પર લગાવો અને બે કલાક પછી માથું ધોઈ નાંખવું..નિયમિત રીતે આમ કરવાથી વાળ ખરતા બંધ થશે.

રાત્રે સૂતા સમયે નારિયેળના તેલમાં લીંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી જોઈએ.

રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. વહેલી સવારે ઉઠીને આ પાણીની સાથે અડધી ચમચી આમળાનાં ચૂર્ણનું સેવન કરી શકો છો. જેથી થોડા સમયમાં વાળની ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે.

આશરે 50ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ ઉમેરી ગરમ કરો. તે બાદ તેને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજ માથા પર માલિશ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થશે.તેમજ વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.

admin

Leave a Reply

Your email address will not be published.